વિજયસિંહ સોલંકી,ગોધરા
રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દીલ્હીના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદ અને પંચમહાલ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે તા.૨૨/૦૪/૨૦૧૮ ને રવિવાર ના રોજ ૧૦-૦૦ કલાકથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં પંચમહાલ જિલ્લાનામુખ્ય મથક ગોધરા ખાતે અને હાલોલ, કાલોલ, જાંબુઘોડા, ઘોઘંબા, મોરવા (હ) અને શહેરા તાલકા મથકોએ લોક અદાલત યોજાશે
જેમાં સમાધાન લાયક કેસો જેવા કે ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ કલમ-૧૩૮ના કેસો, બેન્ક રીકવરીના કેસો, અકસ્માત વળતરના કેસો, મજુર ડીસપ્યુટના કેસો, જમીન સંપાદનના કેસો, ફેરફાર/ ભાગલા/ વિભાજન/ ભાડા/ બેન્ક/ વસુલાત/ સુખાધિકારીના હક્કો વિગેરેના દિવાની દાવાઓ, વીજળી અને પાણીના બીલોના કેસો, પ્રીલીટીગેશન કેસો, રેવન્યુ કેસીસ, ભરણ પોષણના કેસો અને કૌટુબિંક ઝઘડા અંગેના કેસો તેમજ અન્ય સમાધાન લાયક કેસોનો સમાધાનપૂર્વક નિકાલ કરવા માટે આયોજન કરવામાં આવેલ છે.
આ લોક અદાલતમાં સમાઘાન અર્થે કેસો મુકવા ઇચ્છતા પક્ષકારો, વકીલશ્રીઓએ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગોધરા-પંચમહાલ તથા પંચમહાલ જિલ્લાના હાલોલ, કાલોલ, જાંબુઘોડા, ઘોઘંબા, મોરવા (હ) અને શહેરા તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનશ્રીઓને સંપર્ક કરવો તેમ જિલ્લા કાનુની સેવાસત્તા મંડળ અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ ગોધરા-પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.