Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ગોધરા SOGએ હાલોલના ગડીત ગામેથી વિદેશી દારુનો જથ્થો  પકડ્યો.

Share

વિજયસિંહ સોલંકી, ગોધરા
પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના ગડીત ગામે ગોધરા એસ.ઓ.જીની ટીમે રેડ પાડીને એક રહેણાક મકાનમાથી ઈંગ્લીશ દારુની બોટલો જપ્ત કરી હતી. ત્યારે એ રહેણાક મકાનનો ઈસમ મળી ન આવતા કાયદેસરની કાર્યવાહી  હાથ ધરવા પામી છે. આ અંગે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના  ગડીત ગામે  રહેતા  જગદીશભાઈ છત્રાભાઈ પરમારના રહેણાક મકાનમાં બાતમીના આધારે ગોધરા એસજી શાખાની ટીમે રેડપાડી હતી. ત્યારે મકાનમાથી મીણીયા થેલામા ભરેલા ઈગ્લીશ દારુની બોટલો નંગ- ૨૪ મળી આવી હતી. જોકે એસઓજી  શાખાની ટીમને જગદીશભાઈ પરમાર થાપ આપવામા સફળ રહ્યો હતો.આ અગે એસ.ઓ.જી શાખાએ હાલોલ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોધાવતા  ફરાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે  દારુની બોટલો મળી કુલ ૩૬૦૦ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.

Share

Related posts

અંકલેશ્વર કેન્દ્રીય વિદ્યાલય ખાતે વાર્ષિક ખેલકૂદ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

વડોદરા ગ્રામ્ય એલ.સી.બી પોલીસે કરજણ નજીકથી ૪૮ લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના આદિવાસીઓએ રેલી કાઢીને નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!