Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

શહેરા તાલુકાના સીમલેટ ગામને પ્રાથમિક સુવિધા આપવા જિલ્લાકક્ષાની બેઠકમા લેવાયો નિર્ણય.

Share

વિજયસિંહ સોલંકી, શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જુના મહેલાણ ગામ પાસે પાનમ ડેમના પાણીથી ઘેરાયેલા
સીમલેટ ગામના ગ્રામજનોની પડતી અગવડો અંગેનો અહેવાલ પ્રસિધ્ધ થયો હતો.જેમા ગ્રામવાસીઓને અવરજવર માટે હોડી જ એક માત્ર સહારો બની રહે  છે.તાલુકાકક્ષાએ પડઘો પડ્યા બાદ આજે જિલ્લા કક્ષાએ પણ પડઘો પડ્યો હતો.
નોંધનીય છે કે શહેરા પ્રાન્ત અધિકારી ડી.એમ.દેસાઇ, મામલતદાર ,આરોગ્ય અધિકારી,તાલુકા વિકાસ અધિકારી સહિતનો કાફલો  સીમલેટની મુલાકાત પહોચ્યો હતો અને ત્યાના લોકોની માહીતી મેળવી હતી. સુત્રો પાસેથી મળતી માહીતી મુજબજિલ્લા વહીવટી તંત્રની એક બેઠકમાં સીમલેટ બેટનો ની પરિસ્થિતીનો મૂદ્દદો ઉઠ્યો હતો.સંબધિત સરકારી વિભાગને સુવિધા ઉપલબ્ધ કરવા જણાવામા આવ્યુ છે.પંચમહાલ જિલ્લા કલેકટરના અધ્યક્ષપણા હેઠળ  પાણી સમીતીની બેઠક મળી હતી.જેમા સીમલેટ બેટનો પ્રશ્ન ઉઠ્યો હતો.જેમા સીમલેટના ગ્રામજનોને પ્રાથમિક સુવિધા પુરી પાડવા સંબધિત વિભાગને જણાવાયુ હતું.જેમા પ્રાથમિક શાળાના બાળકોને ટ્રાન્સપોટેશનની વ્યવસ્થા કરવી,પ્રાથમિક શાળાના બે ઓરડા માટે જિલ્લા આયોજન મંડળ (કલેકટરશ્રીની) વહીવટી ગ્રાન્ટમાંથી મંજુર કરાવવા દરખાસ્ત કરવી,આરોગ્ય સેવાઓ મળી રહે તે માટેસપ્તાહમા બે દિવસ MPHW/ FHW ની વ્યવસ્થા કરવી, ગામમા આવા જવાના રસ્તા માટે કાર્યપાલક ઇજનેરશ્રીએ સ્થળ મુલાકાત કરી અવરજવર કરી શકે તે માટે તાકીદના ધોરણે વ્યવસ્થા કરવી,આગંણવાડીના મકાનમાટેની દરખાસ્ત કરવી,વધુમાં જે સુવિધા ઉપલબ્ધ કરવાની થતી હોય તે અંગેની   દરખાસ્તો તાકીદના ધોરણે સંબધીત અધિકારીઓને અંગત નોંધ લેવા જણાવાયુ છે. સીમલેટના ગ્રામજનો પણ મીડીયામાં અહેવાલ પ્રકાશિત થતા તેમને પડતી મુશ્કેલી દૂર થશે  તેમજ પ્રાથમિક  સુવિધા મળશે તેવી નવી  આશાનો સંચાર થયો હતો.

Share

Related posts

વડોદરાની પાસપોર્ટ ઓફિસમાં હડતાળ હોવા છતાં અરજદારોને એપોઇન્ટમેન્ટ અપાતા હોબાળો

ProudOfGujarat

જામનગર : જામ્યુંકોના સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓએ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની મુલાકાત લીધી.

ProudOfGujarat

રાજપીપળા નગર પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનાર કે વેચનાર વેપારીઓ પર તવાઈ 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!