રાષ્ટ્રીય ક્ષય નિયત્રણ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ સિવિલ હોસ્પિટલ ના સંકુલ માં ચાલતા જીલ્લા ક્ષય કેન્દ્ર ના કર્મચારી ઓએ છેલ્લા ઘણા સમય થી પડતર માંગણીઓ ને લઈને વહીવટી તંત્ર ને રજૂઆતો કરવા છતાં તેમના પ્રશ્ર્નો નું નિરાકરણ નહીં આવતા આજે કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.કર્મચારીઓએ જણાવ્યું હતું કે ક્ષય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા કર્મચારી ઓને છેલ્લા ૧૭ વર્ષ ઉપરાંત થી માત્ર કરાર પધ્ધતિ થી રોજગારી મળી રહી છે …અધિકારીઓ દ્વારા કર્મચારીઓનું શોષણ કરાઈ રહ્યું છે….જેના પગલે ૩૧ મી માર્ચ થી ગુજરાત આર એન ટી સી પી ક્રરબધ્ધ કર્મચારી સંઘ દ્વારા પેન ડાઉન પ્રકાર ની હડતાલ નો આરંભ કરવાના હતા…..જોકે ૩૧ મી એ ઉચ્ચ અધિકારી ઓ દ્વારા કર્મચારી ઓની વિગતો મંગાવી તેમને ખોટા અસ્વાસનો આપી કર્મચારી ઓની હડતાલ ને ડહોરવાની કોસીસ કરી હતી..જેના વિરોધ માં આજે કર્મચારી ઓએ વીજળીક હડતાલ કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો………..