વાલિયા તાલુકાની બે ગ્રામપંચાયતોની ચુંટણીની તારીખ ચુંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે.વાલિયા ગ્રામપંચાયતના સરપંચ ગોરધનભાઈ વસાવા સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થયા બાદ વાલિયા ગામનું રાજકારણ ગરમાયું હતું અને સરપંચની જગ્યા ખાલી પડી હતી.જે અનુસંધાને વાલિયા ગ્રામપંચાયતના સરપંચ માટે ચુંટણી યોજાશે.ચુંટણીના કાર્યક્રમ પર નજર કરીએ તો તારીખ ૭ એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે,ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ ૧૦ એપ્રિલ જ્યારે ૨૨ એપ્રિલે મતદાન તો તારીખ ૨૪ એપ્રિલે મતગણતરી યોજાશે.આજ રીતે દેશાડ ગ્રામપંચાયતના વોર્ડ નંબર ૩નાં સબ્ય માટે પણ ચુંટણી યોજાશે.ચુંટણીની તારીખો જાહેર થતા જ વાલિયા ગ્રામપંચાયતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે
Advertisement