વિજયસિંહ સોલંકી, શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના છેવાડાના આવેલા પાણીથી ઘેરાયેલા સીમલેટ ગામના લોકોને પડતી મૂશ્કેલીઓનો ચિતાર અંગે પ્રાઉડઓફગુજરાત.કોમ દ્રારા અહેવાલ પ્રસિધ્ધ થતા સરકારી તંત્ર હરકતમાં આવ્યુ અને અધિકારીઓની ટીમ કાફલા સાથે પહોચીને જાત માહીતી મેળવી હતી.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાનમડેમના પાણીની વચ્ચે ઘેરાયેલા સીમલેટ ગામના ગ્રામજનોને પડતી મુશ્કેલીઓનો ચિતાર પ્રાઉડઓફગુજરાત.કોમે પ્રસિધ્ધ કર્યો હતો.અહેવાલ પ્રસિધ્ધ થતા સ્થાનિક શહેરા તાલુકાનુ સરકારી તંત્ર હરકતમા આવ્યુ હતુ.અને શહેરાના પ્રાન્ત અધિકારી ડી.એમ.દેસાઇ, અન્ય સરકારી અધિકારીઓ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, આરોગ્ય અધિકારીઓના કાફલા સાથે તાબડતોબ સીમલેટ ગામ પહોચ્યા હતા.
અને ત્યા જાત માહીતી મેળવી હતી. સીમલેટના ગામના લોકો લાકડાની હલેસા વાળી હોડી વડે પહોચે છે.ત્યારે અધિકારીઓ આજે મશીનબોટ સાથે સીમલેટ પહોચ્યા હતા.એક બાજુ અધિકારીઓના કાફલાને જોતા ગ્રામજનો પણ કુતુહલ વશ થયા હતા. સીમલેટના ગ્રામજનોએ પ્રાઉડ ઓફ ગુજરાતના પ્રતિનીધીનો પણ આભાર પણ માન્યો હતો. ત્યારે પ્રાઉડ ઓફ ન્યુઝ.કોમની અસરથી તંત્ર હરકતમા આવ્યુ હતુ અને પોતાની સામાજીક મિડીયાની ભુમિકાને ઉજાગર કરી હતી.
અત્રે સરકારી સુત્રો પાસેથી જાણવા મળવા મુજબ સીમલેટ ગામમા આ ગ્રામજનો રહે છે.તે વિસ્થાપિતો છે.પાનમડેમનુ નિર્માણ ૧૯૭૪ની સાલમાં કરવામા આવ્યુ હતું. તે વખતે સીમલેટની જમીન ડુબમા જવાથી અહીના ગ્રામવાસીઓને ગોધરા તાલુકાના મોરડુંગરા અને શહેરા તાલુકાના કવાલી ખાતે જમીન ફાળવામા આવી હતી પણ જેતે સમયે કેટલાક ગ્રામવાસીઓ ત્યા જમીન મળતા કૂંટુબ કબીલા સાથે જતા રહ્યા અને કેટલાક પરિવાર અહીજ રહી ગયા તેમનુ કહેવુ હતુ કે જે જમીન ફાળવામા આવી છે.તે ઓછી હોવાને કારણે તેઓ સિમલેટમા વસવાટ કરવાનુ પસંદ કર્યુ.
જોકે હાલ તેમની સમસ્યા મિડીયામા આવતા અને સરકારી તંત્ર દ્રારા નોંધ લેવાતા હવે તેમને તમામ સુવિધાઓ મળશે તેવી આશા જાગી છે.