વિજયસિંહ સોલંકી ,ગોધરા
સરકાર દ્રારા મેડીકલ ક્ષેત્રની વિરુધ્ધની નીતીઓ સામે આજે પંચમહાલ જિલ્લાના ડોકટરોએ બે કલાક દવાખાના બંધ રાખી સખત વિરોધ નોંધાવ્યો હતો.અને જિલ્લા તંત્રને આવેદન સુપરત કર્યુ હતુ.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા મેડીકલ એસોસિએશન દ્રારા આવેદન પત્રમાં માંગણીઓ કરવામા આવી હતી કે.એલોપેથી સિવાયના એલોપેથી મોર્ડન મેડીશીન પધ્ધતિપ્રેકટીશની પરવાનગીદર્દીઓ માટે જોખમી સાબીત થઇ શકે છે.
પ્રાઇવેટ મેડીકલ કોલેજનો કોટા૧૫ ટકા સુધી રાખવો જોઈએ.૮૫ ટકા ફી રાજય સરકારે નક્કી કરવીજઇએ.રાજ્ય સરકારો, સ્વાસ્થય યુનિ અને રજીસ્ટર્ડ ડોકટરોનેNMC મા વધુલામેલ કરવા જોઇએ ડોકટરો પરNegligence નામે ૩૦૨,૩૦૪,૩૦૪A જેવા ગંભીર ગુનાઓ લગાડવા જોઈએ નહી.કલેરીકલ ભુલોને કારણે ગાયનેલોજીસ્ટના સોનો ગ્રાફીના મશીન સીલ કરવા જોઇએ નહી.કન્સ્યુમર્સ પ્રોટકશન એકટહેઠળ વળતરની ઉપરની મર્યાદા નક્કી કરવી જોઈએ તેમ આવેદનપત્રમા જણાવ્યુ હતુ. ગોધરાના ડોકટરો મોટી સંખ્યામાં ડોકટરો કલેકટર કચેરી પહોચ્યા હતા અને બેનરો સાથે વિરોધ દર્શાવ્યો હતો.