ગેરકાયદેસર લાકડાનો જથ્થો લઇ જતા બે વાહનો ઝડપી પાડ્યા.
વિજયસિંહ સોલંકી
શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા ગેરકાયદેસર રીતે પરવાનગી વગર લાકડાની હેરાફેરી કરનારાઓ ઉપર શહેરા પ્રાન્ત અધિકારી દ્વારા સપાટો બોલાવતા લાકડાની હેરાફેરી કરનારાઓમા ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. શહેરાના પ્રાન્ત અધિકારી અને સ્ટાફે બાતમીના આધારે કાકણપુર અમદાવાદ રોડ પરના એકસ્ટેન્ડ પાસેથી લાકડા ભરેલો એક ટ્રક તેમજ ટેમ્પો પકડી પાડી ૧.૫૦ લાખ રુપિયાનો મુદામાલ જપ્ત કરી તેના ચાલકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે. વનવિભાગ દ્વારા કડક પ્રેટોલિંગ કરવામા ન આવતુ રહ્યુ હોવાની ચર્ચાઓ પણ લોકમુખે થવા પામી છે.તેના કારણે લાકડાચોરો બેફામ બન્યા છે. અને વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામા આવી રહ્યું છે તેના પર્યાવરણ પ્રેમીઓમા પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના સુરેલી ગામે આવેલી સર્વે નંબર વાળી જમીન માથી પંચરવ લાકડા કાપીને કાકણપુર તરફ બે વાહનોમાં લઈ જવાઈ રહ્યા હતા તે સમયે શહેરાના પ્રાન્ત અધિકારી ડી.એમ.દેસાઈ દ્વારા બાતમીના આધારે આ બે વાહનોનો જેમા એક ટ્રક જેનો નંબર ( જીજે.૭ વાય ૬૭૪૫)તેમજ એક ટેમ્પો જેનો નંબર ( જીજે૧૭ એકસ ૮૫૯૪)પીછોકરવામા આવ્યોહતો. અને આ વાહનો અમદાવાદ હાઈવે પાસેના એક સ્ટેન્ડપાસે ઉભા રહ્યા હતા અને ચાલકો પાસે લાકડા અંગેની પાસ પરમિટ માગતા વાહનોના ચાલકો કોઈ યોગ્ય જવાબ ના આપી શક્તા વાહનોને મોડી રાતે શહેરા વનવિભાગની કચેરી ખાતે લાવામા આવ્યા હતા .જેમા લાકડાની કિમંત ૧.૫૦ લાખ જેવી થવા જાય હોવાનુ જાણવા મળેલ છે. આમ પ્રાન્ત અધિકારી દ્વારા ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરનારા ઉપર સપાટો બોલાવામા આવતા લાકડાચોરોમા ફફડાટ મચી જવા પામ્યો છે. ત્યારેએક બાજુ શહેરાના પ્રાન્ત અધિકારી દ્વારા પંચરવ લાકડા ભરેલી ટ્રક પકડી પાડતા જેમની ખાસ જવાબદારી છે તેવા વન વિભાગના પ્રેટોલિંગની સામે પણ સવાલો ઉભા થવા પામ્યા છે. શહેરા તાલુકા પંથકમા આવેલા ગ્રામ્ય વિસ્તારોમાથી અવારનવાર ગેરકાયદેસર રીતે તેમજ પરવાનગી વગર લાકડાઓની હેરાફેરી થતી હોવાની વ્યાપક બુમો પણ ઉઠવા પામી છે.