કાર્યવાહી કરવામાં 2 કલાક લાગતા તંત્ર ની નિષ્કારજી છતી થઈ*
અંકલેશ્વર
તારીખ. 31.03.2018
આજ રોજ પાનોલી જી.આઈ.ડી.સી. નજીક નેશનલ હાઈ વે ન. 8 ની નજીક ની ચાની લારી પાસે પાર્ક કરેલ કન્ટેનર માંથી દુર્ગંધ વાળું ગેસ નિકરતાં ભય નો માહોલ સર્જાયો હતો. બંધ કન્ટેનર માંથી નિકરતાં ગેસ ના ધુંઆ થી ડ્રાઈવર પણ ગભરાયો હતો. ચાની લારી પાસેઉભી રહેલ મહિલા ઓ માં નાસ ભાગ થઈ હતી . તપાસ કરતા માલુમ પડયુકે કે આ કન્ટેનર માં ખાલી ડ્રમો ભરેલ છે. જે અમદાવાદ થી પાનોલી જી.આઈ. ડી.સી. ની પી.આઈ. ઇન્ડસ્ટ્રીઝ માટે આવેલ હતું.
અહીં મહત્વપૂર્ણ સવાલ એ કે પાનોલી ની આ મોટી કંપની જે ISO પ્રમાણિત છે. તેવી કમ્પની માટે આવતા ખાલી ડ્રમો આવી બેદરકારી થી અમદાવાદ થી પાનોલી સુધી આવતા માનવ સુરક્ષા અને પર્યાવરણ ને નુકશાન કર્યું છે. આમાં મોટા અકસ્માત ની પુરે પુરી શકયતા રહેલી હતી. જો કે કેટલાક જાગૃત નાગરિકોએ આ અંગે GPCB ના વિભાગીય અધિકારી ને જાણ કરી હતી જેમણે ટિમ મોકલવાનું કહ્યું હતું.
જો કે બનાવ બન્યા ને 1 કલાક થી વધારે સમય વીતી જતા અને ધુમાડા નિકરવાના બંધ ના થતા પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમપટેલે સ્થળ પર જઈ મામલતદાર અને નાયબ કલેકટર સાહેબ ને પરિસ્થિતિ જણાવતા તેમણે પણ GPCB ને મોકલવાનું જણાવ્યું હતું. 2 કલાક પછી GPCB ની ટિમ પોહનચી હતી.અને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.
જો કે તે માટે 2 કલાક પછી થતી કાર્યવાહી થી સુરક્ષા ની બાબત ના તંત્ર અને GPCB ની બેદરકારી છતી થઈ હતી . સરકારી વિભાગો એક બીજા ને કાર્યવાહી કરવાનું જણાવતા હતા. આ નાની ગણાતી ઘટના મોટું સ્વરુપ લે તેની રાહ જોવાઈ રહી હતી.
હાલ તો જી પી સી બી
નાની કમ્પનીઓ સામે ત્વરિત અને સખત પગલાં લે છે. તો આ પી. આઈ. ઇન્ડસ્ટ્રીઝ નામની મોટી અને ISO પ્રમાણિત કમ્પની સામે તેમની આ બેદરકારી સામે આ બાબતે બનેલ રિપોર્ટ પર શુ એક્સન લેવાય તેની રાહ જોવાની રહી.