વિજયસિંહ સોલંકી, શહેરા (પંચમહાલ)
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના મંગલપુર ગામના મહિલા સરંપચને ગામમા કોઈ કામ કર્યા નથી રાજીનામુ આપી દે તેમ કહી આક્ષેપ સાથે સામાન્યસભામા હોબાળો મચાવી ત્રણ શખ્સોએ મહીલા સરપંચ અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ અંગે મહિલા સરપંચ દ્વારા શહેરાપોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના મંગલપુર ગામના મહિલા સરંપચ તરીકે ભારતીબેન ભુપતસિંહ પટેલ( ઉ.વ.૩૫) ફરજ બજાવે છે.પોતે ગામના સરપંચ હોવાના કારણે ગ્રામપંચાયતના વિકાસના કામકાજને લઈને મિટીંગોકરવી પડતી હોય છે. ગ્રામપંચાયતની ઓફીસ ખાતે સભ્યો સાથે સામાન્યસભાનું આયોજન રાખવામા આવ્યું હતુ તે વખતે મંગલપુરગામમા રહેતા ચાર શખ્શો (૧) પરમાર આઝાદસિંહ હિમંતસિંહ (૨) પગી પ્રભાતસિંહ ઉદેસિંહ(૩) પગી દલપતભાઈ કાળુભાઈ (૪)પટેલ પ્રતાપભાઈ બીજલાભાઈ ભેગામળીને મહીલા સરપંચ ભારતીબેનને તે કોઈ કામ કર્યા નથીઅને શાની મિટીંગો કરે છે? તેવા આક્ષેપો કર્યા હતા.સરપંચ પદેથી રાજીનામુ આપી દે નહીતર તને અને તારા પતિને ગામમા જીવતા રહેવા દઈશુ નહી તેમ કહીને ગાળો આપી હતી અને ગામની સામાન્યસભાની એજન્ડા બુકફાડી નાખી હતી. આથી પોતાને અને પોતાના પતિને જાનથી મારી નાખવાની ધમકી મળતા ગભરાયેલા મહિલા સરપંચ ભારતીબેન પટેલ દ્વારા શહેરાપોલીસ મથકે ફરિયાદ આપતા શહેરા પોલીસે ગુનો નોધી કારયેદસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.