Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

પાલેજ ખાતે પીર મોટામીયા બાવાના બે દિવસીય ઉર્સનો પ્રારંભ…

Share

 ઘેર ઘેર ગાયો પાળોનો ઉપદેશ અાપનાર, કોમી એક્તાના પ્રખર હિમાયતી તથા માનવસેવાના ભેખધારી એવા રાજવલ્લભ રાજગુરૂ, હિઝ હોલીનેસ જેવી પદવીઓથી સન્માનિત થયેલા હજરત પીર મોટામીયા બાવા સાહેબના બે દિવસીય ઉર્સ (મેળા)નો પાલેજ ખાતે શુક્રવારથી દબદબાભેર પ્રારંભ થયો છે.
અા પ્રસંગે મોટામીયા બાવા સાહેબ માંગરોળના ગાદી રચિત GSPRFદ્વારા ચાલો માનવતા મહેકાવીએનું પણ ભવ્ય અાયોજન કરેલ હોઇ અા પ્રસંગે મૂળ સ્વરૂપે લખાયેલી ભક્તિ સાગર તથા ચિશ્તિયા સિલસિલાના મહાન સુફી સંત ઓલિયા પુસ્તકોનું વિમોચન કરાશે. અા પ્રસંગે ઇતિહાસકાર ડો. મહેબુબ દેસાઇ, કવિ રઇસ મનીયાર તથા શિક્ષણ વિદ ડો.  રાયસિંગ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહી પ્રસંગને અનુરૂપ વકતવ્ય અાપશે.
અા પ્રસંગે પાલેજ નગર સહિત પંથકના ગ્રામિણ વિસ્તાર સહિત મોટામીયા બાવા સાહેબના અાદિવાસી વિસ્તાર માંડવી તાલુકાના ચીધરી સમાજના અનુયાયીઓ સહિત  હિંદુ – મુસ્લિમ સંપ્રદાયના લોકો અા બે દિવસીય ઉર્સ (મેળામાં) ભાગ લઇ સાંપ્રત સમયમાં માનવ – માનવ વચ્ચે વેર ઝેર સર્જી સમાજમાં વૈમન્સ્ય સર્જનાર માનવતાના શત્રુઓને કોમી એક્તારૂપી સેતુનો એક અનુપમ સંદેશ પુરો પાડી ઉલ્લાસભેર બે દિવસીય ઉર્સ (મેળામાં) ભાગ લઇ કોમી એક્તાના દિપકને પ્રજવલ્લિત કરશે…

Share

Related posts

ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલ દ્વારા જનજાગૃતિ અને દેશના વિકાસ માટે વિનામૂલ્યે રાષ્ટ્રધ્વજનું વિતરણ

ProudOfGujarat

લીંબડીના રોજાસર અને ફુલવાડી વચ્ચે અકસ્માત સર્જાતા દંપતી ઇજાગ્રસ્ત

ProudOfGujarat

સુરત જિલ્લાના માંગરોળ તાલુકા મથક સી.એસ.સી પર કોરોના રસી મુકવાનો પ્રારંભ થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!