(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
કેવડિયા ડીવાયએસપી સહિત પ્રોહીબેશન રેડ માટે ગયેલી પો.કો ની ટિમ પર ગડી-જંતર ગામે થયેલ હુમલો કેસમાં પોલીસ કાફલો તપાસ અર્થે ગયો હતો,દરમિયાન પોલિસને મોટી સફળતા મળી.
:નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાની સૂચનાથી કેવડિયા ડીવાયએસપી અચલ ત્યાગી,ગરૂડેશ્વર પીએસઆઈ સહિતની ટિમો બે સરકારી ગાડીમાં કેવડિયાના અંતરિયાળ ગડી-જંતર ગામે થોડા દિવસ પહેલા પ્રોહીબેશન રેડ માટે ગઈ હતી.દરમિયાન એમની ગાડી પર અજાણ્યા બુટલેગરોએ પથ્થરમારો કર્યો હતો.આ ગુનામાં 10 અજાણ્યા બુટલેગરો વિરુદ્ધ ગરૂડેશ્વર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.તો આ ગુનાના આરોપીઓની તપાસ તેમજ પ્રોહીબેશન પ્રવૃતિની નાબુદી માટે મંગળવારે રાત્રે નર્મદા એલસીબી,એસઓજી તથા એબ્સકોન્ડરની ટિમો સહિત કેવડિયા,તિલકવાડા,ગરૂડેશ્વર પોલીસ મથકના પોકો નો મોટો કાફલો જંતર ગામે જઈ સંયુક્ત કોમ્બિગ હાથ ધર્યું હતું.
આ કોમ્બિગ દરમિયાન એમને જંતર ગામના રણછોડ વાનજી વસાવાને ત્યાંથી 1.63 લાખનો વિદેશી દારૂ,8 બાઈકો અને 1 ટેમ્પો મળી કુલ 8,03,700 રૂપિયાના મુદ્દામાલ સાથે દારૂની હેરાફેરી કરી રહેલા 9 ઈસમોને ઝડપી પાડ્યા હતા.જ્યારે અરવિંદ નારકીયા વસાવાના ઘરમાંથી 59,200 રૂપિયાનો વિદેશી દારૂ તથા 5 બાઈક મળી કુલ 2,0,9200 રૂપિયાના મુદ્દામાલ સાથે 5 ઈસમોને ઝડપી પાડી તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે કેવડિયા ડીવાયએસપીને પહેલી રેડમાં સફળતા નહોતી મળી તે મોટી સફળતા નર્મદા પોલીસને મંગળવારે પાડેલી રેડમાં મળી હતી.