Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર શાંતિનગર મા આવેલ લાકડા માર્કેટ મા સવાર ના સમયે લાગેલ ભીંષણ આગ મા લાકડા નો મોટો જથ્થો બળી ને ખાખ.

Share

 

પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર રાજપીપલા રોડ પર આવેલ શાંતિનગર ખુલ્લા પ્લોટ મા મુકેલ લાકડા ના મોટા જથ્થા મા આજ સવાર ના કોઈક કારણોસર આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી.

Advertisement

શાંતિનગર-૧ ની સામે ખુલ્લા મેદાન મા અવારનવાર ત્યાં ના ભંગાર ના વેપારીઓ પોતાનો ભંગાર નો માલ ખાલી કરતા આવ્યા છે.અને અવારનવાર ત્યાં આગ ના બનાવ બનતા હોય છે.આજરોજ સવાર ના 5 વાગ્યા ની આસપાસ કોઈક કારણોસર લાકડા ના મોટા જથ્થા અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.ભંગાર મા લાવેલ લાકડા નો વિશાલ જથ્થો આગ ની ચપેટ મા આવી જતા જોત જોતા મા આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.સ્થાનિક રહીશો  એ ફાયર વિભાગ ને જાણ કરતા તાત્કાલિક ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને આગ ને કાબુ મા લેવા નું કામ હાથ ધર્યું હતું.સવાર ના સમયે હવા નું જોર વધુ હોવાથી આગ પણ વધુ ફેલાવા પામી હતી જેના લીધે ફાયર ના સ્ટાફ ને આગ ને કાબુ મા લેવા આકરા પ્રયાસો કરવા પડ્યા હતા.ફાયર વિભાગ ને આ આગ કાબુ મા લેવા ૩ કલાક પાણી નો મારો ચલાવો પડ્યો હતો.


Share

Related posts

નર્મદા 181 મહિલા હેલ્પલાઈને ઘર ભૂલેલી વૃદ્ધને પરિવાર પાસે પહોંચાડી.

ProudOfGujarat

ઝધડીયાનાં વાસણા ગામે વીજ કંપનીનાં ચેકિંગને લઇને ગામ લોકો રોષે ભરાયા.

ProudOfGujarat

વિરમગામ શહેરમાં વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!