પુના જોધપુર એક્સપ્રેસ જ્યારે ૨૬-૦૩-૨૦૧૮ નાં રોજ ભરૂચ રેલ્વે સ્ટેશન તરફ આવી રહી હતી ત્યારે આ ટ્રેનમા મુસાફરી કરતા એક વ્યક્તીને મરસકાના સમયે છાતીમાં દુ:ખાવો ઉપડતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવી રહ્યો હતો. પરંતુ રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે રેલ્વે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પુના થી જોધપુર જાતી એક્સપ્રેસ ટ્રેન મરસકામાં ૪ વાગ્યે ભરૂચ તરફ આવી રહી હતી ત્યારે ટ્રેન માં મુસાફરી કરતા ગામીસ આંબેરાવ રહે. જીલ્લા પાલી રાજસ્થાન ઉ.વ ૩૮ ને છાટીમ દુ:ખાવો થતા તેને ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે ઉતારી ભરૂચ સિવિલ હોસ્પિટલ તરફ સારવાર અર્થે લઇ જવાયો હતો. સિવિલ હોસ્પીટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. રેલ્વે પોલીસ બનાવાની તપાસ કરી રહ્યા છે.
Advertisement