ભરૂચ નગરમાં ૨૦૦ કરતા વધુ જરજરીત મકાનો આવેલા છે. દર વર્ષે જરજરિત મકાનો અંગે નગરપાલિકા ધ્વારા માત્ર નોટીસો ફટકારી સંતોષ માનવામાં આવે છે. મોટા ભાગના જરજરિત માકોનો નાં માલિક ભરૂચની બાહર વસે છે. તે સાથે કેટલાક એવા મકાનો પણ છે જે મકાનમાં રહેતા ભાડુઆત અને માલિક વચ્ચે મકાન ખાલી કરવા બાબતે ઝગડા ચાલી રહ્યા છે. મકાન માલિક પોતાના મકાનને રીપેર કરાવતા નથી. કંટાળીને ભાડુઆત મકાન ખાલી કરીદે તેવી ઈચ્છા મકાન માલિકો રાખી રાહ્યા છે. હાલ તુરંત તો કોઠી રોડ વિસ્તારનાં એક મકાનની દીવાલ પડી ગઈ હતી. સદભાગ્ય તા.૨૫-૦૩-૨૦૧૮ નાં રોજ રવિવાર હોવાથી અને રાત્રીના સમયે આ ઘટના હોવાથી કોઈ જાનહાની કે કોઈ ને ઈજા પહોંચી ન હતી.સમયસર ફાઈરબ્રીગેડ નાં જવાનોએ પોતાની કામગીરી કરી હતી.
Advertisement