માર્ચ માસના આ દિવસોમાં અકરાવાનારી ગરમી વરસી રહી છે. તાપમાન નો પારો સતત ઉંચો જઈ રહ્યો છે. ત્યારે ભરૂચ નગરના વિવિધ વિસ્તારોમાં નગર પાલિકા ધ્વારા જંગી ખર્ચે ત્યાર કરાયેલ રસ્તાના ડામર ઓગરી રહ્યા છે. જે સાબિત કરે છે કે નગર પાલિકા ધ્વારા રસ્તાના કામ કાજ અંગે ભારે ભ્રષ્ટ્રાચાર આચારવામાં આવ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ભરૂચ નગરના વિવિધ વિસ્તારોમાં રસ્તો નઈ તો વોટ નઈ બેનરો મારવામાં આવ્યા હતા. આમ કરી જેતે વિસ્તારના રહીશોએ ચૂંટણી બહિષ્કાર ની ચીમકી ઉચારી હતી તેથી ભારતીય જનતા પાર્ટી નું મોવડી મંડળ દોડતું થઇ ગયું હતું. નગર પાલિકા ધ્વારા યુદ્ધ નાં ધોરણે અને ભ્રષ્ટ્રાચાર નાં આચરણ સહીત રસ્તાઓ તૈયાર કરવામાં આવ્યા. જેની પોલ તાપમાનો પારો વધતા ખુલી ગઈ છે. ભરૂચ નગરના સેવાશ્રમ રોડ, લીંક રોડ કસક ગરનાળા, સ્વામીનારાયણ મંદિર, દાંડિયા બજાર, ધોળીકુઈ બજાર વગેરે રસ્તાઓના ડામર ઓગારી રહ્યા છે ત્યારે ટુક સમયમાં નગર પાલિકા ખાતે ઉગ્ર રજૂઆત કરે તેવી સંભાવના જણાઈ રહી છે.