ભરૂચ જીલ્લામાં આવેલ વિવિધ કંપનીઓમાં કામદારો નાં આરોગ્ય તેમજ તેમના સુરક્ષા અંગે કોઈ જોગવાઈ કરવામાં આવતી નથી કંપની ધ્વારા કામદારોના જીવ જોખમમાં મુકાય છે. તેથી ભરૂચ જીલ્લામાં વિવિધ કંપનીઓમાં અક્માતના બનાવોમાં મોત નીપજ્યા હોય તેવા બનાવોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. આ અંગે કામદાર અંગે નીમાયેલા અમલદારો માત્ર ખિસ્સું ભરવાનું કામ કરી રહ્યા છે. આ બાબતોને સાચી ઠેરવતો એક બનાવ વાગરા તાલુકાના મુલેર વિસ્તામાં આવેલ મહાવીર મિનરલ કંપની ખાતે બન્યો હતો. જેમાં જીપ્સમ વોશિંગ પ્લાન્ટમાં અસાદુલ અકબર અલી સરકાર ઉ.વ ૨૨ નાં હાથ બેલ્ટ માં આવી ગયા હતા. જેથી તેને ખુબ ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ કામદારને સારવાર પ્રાપ્ત થયા તે પહેલા તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે કંપની યોગ્ય વળતર ચૂકવે તેવી લોક માંગ ઉભી થઇ છે.
Advertisement