સુરત જીલ્લા એલ.સી.બી ને લુંટ તેમજ સોનાના અછોડા આચકી લેતી ગેંગ નાં આરોપીને ઝડપી લેવામાં સફળતા. આ અંગે વધુ જોતા રેંજ આ.જી.પી તથા સુરત જીલ્લા પોલીસ અધિક્ષક મહેશ નાયક નાં સીધા માર્ગદર્શન મુજબ કડોદરા જી.આઈ.ડી.સી પલસાણા પોલીસ સ્ટે. વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે રોડ ઉપર ચાલતા જતા મહિલાઓ તથા પુરુષો નાં ગાળામાં પહેરેલ અછોડા અને ચેન તઠા મંગળસૂત્ર ખેંચિ ચોરી કરી જતા ઇસમો. પ્રદીપ ઉર્ફે કાલીયો તથા ડીગ ડોગ એક મોટર સાયકલ પર પસાર થઇ રહ્યા છે. આ બાતામી નાં આધારે પોલીસે કડીદરા બારડોલી રોડ ઉપર બગુમરા ગામ પાટીયા પાસે વોર્ચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી મુજબ ની કાળા કલરની નંબર પ્લેટ વગરની સ્પેલાન્ડર મોટર સાયકલ પર શંકા સ્પદ ઇસમો જણાયા હતા જેની તપાસ કરતા તેઓ આરોપી. નંબર ૧ પ્રદીપ ઉર્ફે કાલુ ભીખનભાઈ શુકલાલ શીન્ધે ઉ.વ ૨૦ ધંધો મજુરી હાલ રહે. જોરવા આરાધના લેક ટાઉન વિભાગ-૨ તાલુકો પલસાણા જીલ્લો સુરત. મૂળ રહે. વરસી ગામ તાલુકો શિર પુર જીલ્લો જલગાંવ.મહારાષ્ટ્ર નંબર -૨ વિનય કુમાર ઉર્ફે ડીગ ડોગ સંતોષ પટેલ ઉ.વ ૧૯ ધંધો મજુરી હાલ રહે. આરાધના લેક ટાઉન વિભાગ – ૨ પલસાણા સુરત મૂળ રહે. ઘતોરખર તાલુકો રામપુર નેકી જીલ્લો સિદ્ધિ મધ્યપ્રદેશ આરોપીઓ પાસેથી હીરો સ્પેલન્ડર મોટર સાયકલ કિંમત રૂપિયા ૩૦,૦૦૦ અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ -૭ કિંમત રૂપિયા ૧૧,૫૦૦ સોનાની ચેન નંગ-૩ સોનાનું મંગળસૂત્ર નંગ ૧ કીમત રૂપિયા ૧,૮૯,૩૨૩ કુલ મુદામાલ રૂપિયા ૨,૩૦,૩૨૩ ની મત્તા જપ્ત કરેલ છે. આરોપીઓએ બારડોલી પોલીસ સ્ટે. પોણા પોલીસ સ્ટે. ના ગુનાઓ કબુલ કરેલ છે. આ કામાગીરી એલ.સી.બી સુરત ગ્રામ્યના કે.ડી ભરવાડ પો.સ.ઈ તથા અ.હે.કૉ મુકેશ ભાઈ જયદેવ ભાઈ તથા શૈલેષ ભાઈ તથા પો.કો મેળ ભાઈ રમેશ ભાઈ તથા જગદીશ ભાઈ આબાજી ભાઈ તથા અનીલ ભાઈ રામજી ભાઈ તથા જયેશ ભાઈ જયંતી ભાઈ દાસ એ કામગીરી કરેલ છે.