વિશાલ મિસ્ત્રી રાજપીપળા
ઉપરવાસમાંથી 2702 ક્યુસેક પાણીની આવક,નર્મદા બંધની જળ સપાટી 105.74 મીટર થઈ,IBPT માંથી પીવા માટે 3331 ક્યુસેક પાણી છોડાય છે.
: મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ થવાથી નર્મદા ડેમમાંથી ગુજરાતને મળતો પાણીનો જથ્થો આ વખતે ઓછો મળવાનું કારણ આગળ ધરી નર્મદા ડેમ સિંચાઇ આધારિત ખેડૂતોને આગામી ઉનાળુ પાક ન કરવા ગુજરાત સરકારે સૂચન કર્યું હતું.બાદ ધીમે ધીમે નર્મદા ડેમની જળસપાટીમાં ઘટાડો નોંધાઇ રહ્યો હતો.ત્યારે નર્મદા ડેમના ઉપરવાસના એમ.પી ના ૐકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમમાંથી 3222 ક્યુસેક પાણીની આવક થતા ડેમની જળસપાટીમાં છેલ્લા 4 દિવસમાં 26 સેમિની વધારો નોંધાયો છે.આવક સામે કુલ 3331 ક્યુસેકની જાવક છે.જે ગુજરાત સરકાર માટે રાહતના સમાચાર છે.હાલ નર્મદા ડેમની જળસપાટી 105.48 મીટર થી વધીને 105.74 મીટરે પહોંચી છે.નર્મદા બંધની જળ સપાટીમાં આંશિક વધારો થતા જળસંકટમાં ઘેરાયેલી સરકારને થોડી રાહત થઇ છે.હાલ નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં સામાન્ય વધઘટ થતા આખા ઉનાળા દરમિયાન પાણીની પોકાર નહિ પડે એમ લાગી રહ્યું છે.
નર્મદા બંધની જળસપાટી અત્યાર સુધી પ્રથમવાર 105.74 મીટરે ગઈ છે.ઉપરવાસના ડેમના પાવરહાઉસોના ટર્બાઈનો ચાલુ કરતા જેમાંથી 3222 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થવાને કારણે પણ સરદાર સરોવરની જળસપાટી વધી હોવાનો ક્યાશ કઢાઈ રહ્યો છે.નર્મદા ડેમની 3222 ક્યુસેકની આવક સામે હાલ IBPT માંથી 3331 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે.મુખ્ય કેનાલમાં 15 મી માર્ચ પેહલા જે 8 થી 9 હજાર ક્યુસેક પાણી છોડાતું હતું તેની જગ્યાએ અત્યારે માત્ર 28390 ક્યુસેક ઓઆની છોડાય છે.નર્મદા નદીને જીવંત રાખવા ગોડબોલે ગેટમાંથી 603 ક્યુસેક પાણી છોડાય છે. નર્મદા ડેમમાં અત્યારે ડેડસ્ટોકનો 3118 mcm જથ્થો બાકી રહ્યો છે.