સંજય નગરની ઘટના બાદ યુવાઓ સ્વયંભુ રેલી કાઢશે.
અંકલેશ્વર નાં સંજય નગરમાંથી પહેલા બાળક મળી આવવાના અને પછી બાદમાં મહિલાની ઘરેથી બાળકનું કંકાલ મળી આવવાની ઘટનના ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને આ અંગે આવેદન પત્ર માટે યુવાનો એક થયા છે. અંકલેશ્વર નાં બાલાની ચાલમાં રહેતી મહિલા રશીદાનાં ઘરેથી ૬ મહિના અગાઉ ગુમ થયેલા બાળક મળી આવ્યા બાદ ધનિષ્ઠ પૂછપરછ અને ત્યારબાદ મહિલાના ઘરના વાડામાંથી ખોદકામ બાદ એક કંકાલ મળી આવવાની ઘટનાને જિલ્લાભરમાં આઘાતની લાગણી પ્રગટાવી છે. હજુ પણ આ કેસમાં વધુ રહસ્યો સામે આવવાના બાકી છે. અને કેટલાક લોકો દ્રારા દબાણ સર્જવાનો પ્રય્તન કરાઈ રહ્યો છે. ત્યારે બે અંકલેશ્વર નાં હિંદુ-મુસ્લિમ યુવાનો આગળ આવ્યા છે. કોઈ રાજકીય કે સામાજિક પક્ષ કે સંસ્થા વિના સ્વયંભુ રીતે અંકલેશ્વરના હિંદુ-મુસ્લિમ યુવાનો શુક્રવારે બપોરે ૨:૩૦ કલાકે જવાહર નગર થી મૌન બાઈક રેલી કાઢી ને નાયબ કલેકટરને આવેદન પત્ર આપનારા છે. જેમાં એ કેસમાં કોઈ પણ દબાણ વિના ઝડપી, તલસ્પર્શી અને નિષ્પક્ષ તપાસ તેમજ દોષીઓને કડક સજાની માંગણી કરાઈ છે. સાથે જ બાળકો લાપતા થવાની ઘટનાને પોલીસતંત્ર ગંભીરતાથી લઇ તાત્કાલિક આવી ઘટનાની તપાસમાં લાગી જાય એ માટે તાકીદ કરવાની પણ રજૂઆત કરાશે. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નાં પ્રથમવાર સ્વંયભુ રીતે યુવાનો નાત-જાતના ભેદભાવ વિના ન્યાયની માંગ માટે આવેદન પત્ર આપશે એ વિરલ ઘટના છે.