- સમસ્ત ભરૂચ જીલ્લા માછીમાર સમાજ દ્વારા નર્મદા નદી માં પાણી નહીં હોવાના કારણે માછીમારોની રોજગારી છીનવાઈ ગયેલી હોય જેવી બાબતો ને ધ્યાન માં રાખી જીલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવવા આવતું હતું …….
સમસ્ત ભરૂચ જીલ્લા માછીમાર સમાજ દ્વારા આપવામાં આવેલ આવેદન માં જણાવ્યા મુજબ રાજકીય દાવપેંચો રમવા માટે ઇલેશનૉમાં માં નર્મદાના પાણી વેડફી દઈને માં નર્મદાને દયનિય સ્થીતી માં મૂકી દીધેલ હોવાથી માં નર્મદા નદીમાં પાણી નહીં હોવાને કારણે માછીમારોની રોજગારી છીનવાઈ ગયેલી છે અને માછીમારોને વૈકલ્પિક રોજગારી માટે ખેતી અથવા એક્વાકલ્ચરની જમીન આપવા બાબત તેમજ કાયમી રોજગારી નહીં અપાઇ ત્યાં સુધી તાત્કાલિક રોજગારી ભટ્ટુ આપવા જેવા વિવિધ મુદ્દાઓને લઇ આજ રોજ ભરૂચ જીલ્લા સમાહર્તાને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને રજુઆત કરવામાં આવી હતી ………………..
વધુ માં સમસ્ત ભરૂચ જીલ્લા માછીમાર સમાજ ના આગેવાનો દવારા જણાવવા માં આવ્યું હતું કે જો તેઓ ની માંગણીઓ વહેલી તકે ધ્યાન ઉપર નહીં લેવામાં આવવા તો તેઓ તેઓના પરીવાર સાથે ભરૂચ જીલ્લા સમાહર્તા ની કચેરી ખાતે રહેવા માટે આવી જશે જેવી બાબતો સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી……………