સોમવારના રોજ વહેલી સવાર થીજ ભરૂચ શહેર અને જીલ્લા માં મોસમ નો મિજાજ અલગ જોવા મળ્યો હતો…વાદળોની ફોજે જાણે કે સૂર્ય દેવતા ને ઘેરી લીધા હોય તેમ ધૂપ-છાવ જેવો માહોલ બપોર સુધી ભરૂચ માં જોવા મળ્યો હતો……
નયન રમ્ય વાતાવરણ શહેર માં થતા લોકો ને આકરા તાપમાન ની ઋતુ માં કંઈક અંશે આવતા ઠંડા પવનએ ગરમી માં રાહતરૂપી કામ કર્યું હતું .. તો બીજી તરફ શહેર ના નર્મદા નદી કાંઠા વિસ્તાર ના દ્રશ્યો હિલ સ્ટેશન ની યાદ અપાવે તેમ આ પ્રકાર ના વાતાવરણ માં જોવા મળ્યું હતું…..
જયારે જાણવા મળ્યા મુજબ શહેર અને જીલ્લા માં મોસમ ના બદલાયેલા મિજાજ ના પગલે ખેડૂતો માટે ચિંતા નો માહોલ ઉભો કર્યો હતો .