સુરત શહેરમા મોબાઈલ સનેચિનગ્ના બનાવ અંગે સુરત શહેર ક્રાઈમ બાંચ ડી.સી.પી તથા એ.સી.પી ક્રાઈમ શખા ની સુચનાથી પી.આઈ. ડી.સી.બી ના માર્ગ દર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચ ના પી.એસ.આઈ મનોજ પાટીલ અને તેમની ટીમ પેટ્રોલીંગ મા હતા. તે દરમયાન હે.કો ઈમરાન ખાન મહેરાજખાન તથા હે.કો વિકાસ ભાઈ વિશ્વાસ ભાઈ ને મળેલ બાતમી ના અધારે કામગીરી કરતા આરોપી વિશાલરામ બહાલપાલ રહે. નિલમ નગર સોસાયટી ગોરાદ્રા મુળ રહે. ઉત્તરપ્રદેશ તેમજ ચંદન કુમાર અયોધ્યા સાવ ઉ.વ ૨૦ રહે. ધ્રુવ પાર્ક સોસાયટી. મુળ રહે. ગીરડી ઝારખંડ ને ગોરાદ્રા ચાર રસ્તા વિસ્તારમાંથી ઝડપી પાડેલ છે. આરોપીઓ પાસેથી વીવો એફ૧ મોબાઈલ ફોન, એમ વન, રેડમી નોટ થ્રી, જીયોની અને વીવો કંપની નો મોબાઈલ ફોન મળી કુલ રૂ.૩૧,૯૦૦ નો મુદ્દામાલ મળી આવેલ છે. આરોપીની પુછપરછ દરમ્યાન સવા મહીના પહેલા પલ્સર મોટર સાયકલ પર સવાર થઈ ચોક સર્કલ વિસ્તારમાંથી ઉથાનતરી વીવો મોબાઈલ તેમજ આરોપીઓએ ત્રણ એક માસ પહેલા રાત્રીના સમયે સોહમ સર્કલ ચલથાણ રોડ ઉપર કરેલ મોબાઈલ સનેચિન્ગ આ ઉપરાંત દોઢ માસ પહેલા કમેલા દરવાજા ઓવરબ્રીજ પર રીક્ષામા બેસેલ પેસેન્જર ના હાથમાંથી મોબાઈલ આચકી લેવાના ગુના આ તમામ ગુનાનો ભેદ ઉકલાયો છે. જો કે ચંદન કુમાર આયોધ્યા સાવ હજી વોન્ટેડ છે. બી.સી.બી ટીમના પો.સ.ઈ મનોજ પાટીલ હે.કો વિકાસ વિશ્વાસ ભાઈ. હે.કો ઈમરાન મહેરાજ ખાન તથા પો.કો ધર્મેંદ્ર સિંગે પ્રશંશિય કામગીરી કરેલ છે.
મોબાઈલ સનેચિનગ્ના આરોપીઓ ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બાંચ
Advertisement