Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ભરૂચ ના પાંચબત્તી વિસ્તાર માં શનિવારે રાત્રી ના સમયે એક એસ ટી બસ ની બ્રેક ફેલ થતા બસે રીક્ષા ને અડફેટે લીધી હતી જોકે આ ઘટના માં મોટી દુર્ઘટના ટળી હતી

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના મુખ્યત્વે એવા પાંચબત્તી વિસ્તાર માં શનિવારે રાત્રી ના ૮ વાગ્યા ની આસપાસ થોડા સમય માટે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…..
પાંચબત્તી જેવા ટ્રાફિક ના ભરચક વિસ્તાર માંથી પસાર થતી એસ ટી નિગમ ની બસ ની અચાનક બ્રેક ફેલ થઇ જતા બસ ચાલકે એક રીક્ષા ને અડફેટે લઇ રસ્તા ઉપર ના ડિવાઈડર માં બસ ને ઘુસાડતાં એક સમયે બસ ના મુસાફરો અને પાંચબત્તી ખાતે ઉપસ્થીત સ્થાનિકો ના જીવ તાળવે ચોંટી ગયા હતા ………….
જો કે એસ ટી બસ ના ડ્રાઇવર ની સમય સુચકત્તા ના કારણે ભરચક એવા પાંચબત્તી વિસ્તાર માં મોટી દુર્ઘના થતી ટળી હતી.. ઘટના અંગે ની જાણ એસ ટી વિભાગ માં થતા એસ ટી વિભાગ નું તંત્ર તરતજ એક્શન માં આવી બ્રેક ફેલ થયેલ બસને અન્ય બસ મારફતે ખસેડી રસ્તા ઉપર થયેલા ટ્રાફિક ને હળવો કર્યો હતો

Share

Related posts

રેલવેના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલાને રેલવેના ચેરમેન અને CEO પદ પર નિમણૂક કરાઇ

ProudOfGujarat

દિવાળી નજીક આવતા ઝઘડીયા તાલુકાનાં બજારોમાં તેજીનાં એંધાણ.

ProudOfGujarat

ડોકટર્સ ડે નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સ અને સ્ટાફે કેક કટિંગ કરી ડોકટર્સની કામગીરી સરહાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!