મોટી સંખ્યામા લોકોએ સીંધી સમાજને ચેટીચાંદની શુભેચ્છા પાઠવી.
ભરૂચમાં ચેટીચાંદ પર્વની ઉજવણી ખુબ ઉત્સાહ અને ઉમંગ ભર્યા વાતાવરણમાં ઉજવાઈ. ચેટીચાંદને ભગવાન ઝુલેલાલ ની જયંતી તરીકે ઉજવાઈ છે. જેનુ ભરૂચમા આગવુ મહત્ત્વ છે. તેનુ કારણ માત્ર એ છે કે ભરૂચ જિલ્લામા મોટી સંખ્યામા સિંધી સમાજ વસવાત કરી રહ્યો છે. એટલુ જ નહીં પરતુ સમગ્ર વિશ્વની સિંધી જ્ઞાતિ માટે ભરૂચનુ ખાસ મહત્વ છે. કારણકે ભરૂચ નગર પાસેથી વહેતી નર્મદા નદીના નવચોકી ઓવારા પાસે ઝુલેલાલ મંદિર આવેલ છે. જ્યાં વર્ષોથી અખંડ જ્યોત પ્રગટી રહી છે. અખંડ જ્યોત અને ઝુલેલાલ મંદિર વિશ્વને એકતા શાંતિ અને સદભાવનાની પ્રેરણા આપતુ રહે છે. આજ રોજ ચેટી ચાંદ નિમિત્તે સિંધી સમાજના ઉપક્રમે વિવિધ ધાર્મિક કાર્યકર્મો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામા સિંધી સમાજના લોકો જોડાયા હતા. જ્યારે સર્વ ધર્મના લોકોએ સિંધી સમાજના લોકોને ચેટી ચાંદની શુભેચ્છા પાઠવી હતી.