Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

નર્મદા કેનાલમાંથી પાણી ચોરી કરી છે તો હવે ખેર નથી:SRP ની નર્મદા બટાલીયન સજ્જ.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)
નર્મદાની મુખ્ય કેનાલમાંથી બકનળી કે અન્ય સાધનોથી થતી ચોરી અટકાવવા માટે રાઉન્ડ ધી ક્લોક ૧૭૦ જવાનો તૈનાત કરાયા.
નર્મદા યોજના અને તેની મુખ્ય કેનાલનાં સંરક્ષણ માટે SRP ની નર્મદા બટાલીયનની સ્થાપનાં કરાઇ છે.
નર્મદા યોજનાંમાં સરકારની અણઆવડતને કારણે પાણી ખુટ્યા છે.જેનાં કારણે હવે ખેડુતો માટે આજથી જ પાણી આપવાનું બંધ કરાયુ છે.ત્યારે ખાસ કરીને SRPની નર્મદા બટાલીયન પણ પાણી ચોરી અટકાવવા માટે સજ્જ બની છે.અને ૧૭૦ જેટલા અધીકારી અને જવાનો ૨૪ કલાક ખડેપગે નર્મદાની મુખ્ય કેનાલમાંથી થતી પાણીચોરી અટકાવવા માટે સક્ષમ છે.
પ્રાપ્ત માહીતી અનુસાર આ વર્ષે મધ્યપ્રદેશમાં વરસાદ ઓછો પડતા ગુજરાતને ૪.૫ મીલીયન એકર ફૂટ પાણી ઓછુ મળ્યુ છે અને ઉપરાંતમાં સરકારે ચુંટણી સમયે રાજકોટ સહીતની જનતાને ખુશ કરવા માટે સૌની યોજના અને રીવરફ્રંટમાં પ્રધાનમંત્રીનાં સીપ્લેન ઉડાવવા માટે સાબરમતીમાં નર્મદાનાં નીર છોડવા સહીતનાં વિવાદાસ્પદ નિર્ણૅય બાદ રૂપાણી સરકારની અણઆવડતને કારણે હવે નર્મદામાં નીર ખુટયા છે. અને ડેમમાં પાણીનો ડેડ સ્ટોકનો જથ્થો મજબુરીમાં વાપરવો પડી રહ્યો છે.ત્યારે સરકારે તેનાં નિરાકરણ માટે હવે ૧૬મી માર્ચથી નર્મદાની ડીસ્ટ્રીબ્યુટરી અને માઇનોર તથા સબ માઇનોર માં પાણી આપવાનું બંધ કરાયુ છે.
નર્મદાની ૪૫૮ કી.મી.લાંબી મુખ્ય કેનાલ પરથી ખેડુતો અવારનવાર બકનળી સહીતનાં સાધનોથી પાણી ચોરી કરીને પોતાનાં ખેતરમાં પાકની સિંચાઇ કરી રહ્યા હોવાના બનાવો બની રહ્યા છે.અને સરકારે નર્મદા યોજનાનાં પાણી પીવા માટે રિઝર્વ કર્યા છે.સરકારે આજથી ૪ વર્ષ પહેલા નર્મદા ડેમ અને તેની ૪૫૮ કી.મી.લાંબી મુખ્ય કેનાલની સુરક્ષા થઇ શકે તે માટે ગુજરાત SRP ની એક બટાલીયનની સ્થાપનાં કરી તેનું નામ નર્મદા બટાલીયન આપી  કેવડીયા કોલોની ખાતે વડુ મથક ઉભુ કર્યુ છે.અને હાલમાં ત્યાં ૯૦૦ જેટલા જવાનોને તૈનાત કરાયા છે.
સરકારનાં સિંચાઇ માટે પાણી નહી આપવાનાં નિર્ણય બાદ નર્મદા SRP બટાલીયનનાં અધીકારીઓએ પાણી ચોરી અટકાવવા માટે કમર કસી છે.પહેલાથી જ ૭૫૦ જેટલા અધીકારીઓ નર્મદા ડેમ વિસ્તારમાં ૫૦ જેટલા વિવિધ પોઇન્ટ પર ૨૪ કલાક ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.ત્યારે ૪૫૮ કી.મી. કેનાલ અને સૌરાષ્ટ્રની ડીસ્ટ્રીબ્યુટરીની રક્ષા માટે પણ જવાનો તૈનાત જ છે.આજથી ખાસ પાણી ચોરી અટકાવવા માટે ૧૭૦ જવાનોને કેનાલ પર ઉતારી દ્દેવાયા છે.
જેમાં કેવડીયા કોલોની, બોડેલી,હાલોલ,લાડવેલ,ગાંધીનગર, મોઢેરા,રાધનપુર,દીયોદર સુધીનાં વિસ્તારમાં કેનાલનાં વિવિધ પોઇન્ટ પર ૧ PI,૧ PSI,૪૮ SRP જવાનો તૈનાત કરાયા છે. તો માં પણ આજ પ્રકારે  સૌરાષ્ટ્ર કેનાલ પર ધાગંધ્રા મુખ્ય કેનાલ,બોટાદ, રાણપુર,ઢાંકી પંપીગ સ્ટેશન,માળીયા અને ગાંધીધામ ખાતે પણ ૧ PI,૨ PSI,૧૧૭ SRP જવાનો મળી કુલ ૧૨૦ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
                  નર્મદા બટાલીયનનાં DYSP  એલ.પી. ઝાલાનાં જણાવ્યા મુજ્બ આ વિસ્તારમાં ગોઠવાયેલ SRP જવાનો અને અધિકારીઓ આ વિસ્તારમાં નર્મદા નીગમનાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સતત પેટ્રોલિંગ કરશે.અને બાતમી આધારે બકનળી અને અન્ય ચોરીનાં સાધનો દુર કરી જરુર પડે પોલીસ કાર્યવાહી પણ કરાશે. નર્મદા બટાલીયનનાં 3 DYSP આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખીને સમગ્ર વ્યવસ્થા અંગે સીધી નજર રાખશે.
                  નર્મદા યોજનાનાં પાણી પિવા માટે રીઝર્વ રખાયા બાદ સરકાર પાણી ચોરી અટકાવવા માટે કટીબધ્ધ છે ત્યારે SRP નાં અધિકારીઓ અને જવાનો પણ પોતાની સક્ષમતા બતાવી રહ્યા છે ત્યારે કહી શકાય કે જો કોઇ મુખ્ય કેનાલમાંથી પાણી ચોરી કરશે તો તેની ખેર નથી.

Share

Related posts

મહિસાગર વનવિભાગ દ્વારા સાસણગીરથી મગાવેલા પાંજરાની શુ છે સત્ય હકિકત.! જાણો વધુ

ProudOfGujarat

અંકલેશ્વરમાંથી જુગારધામ ઝડપાયું, ક્રાઇમ બ્રાંચ દ્વારા છ જુગારીની ધરપકડ, હજારોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

અમદાવાદ-શહેર પોલીસની આજે મેગા ટ્રાફિક ડ્રાઈવ સારંગપુરથી રખિયાલ સુધી યોજાશે ટ્રાફિક ડ્રાઈવ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!