ભરૂચ જિલ્લા સંદિપ સિંહની સુચના અને માર્ગદર્શન હેઠળ હાલમાં ક્રિકેટ હિરો નિધાસ ટ્રોફી ના ત્રિકોણીયા જંગ ૨૦-૨૦ સીરીઝ ચાલુ હોવાથી તેના ઉપર કેટલાક જુગારીયાઓ મેચની હાર-જીત રન ફોર-સીક્સ વીકેટ વગેરે પર ઓનલાઈન જુગાર રમતા હોય મળેલ ચોક્કસ બાતમીના આધારે પાલેજ ખાતે અઝરૂદિન બાલાસાહેબ અફઘાન તેણા ઘરે હાલમા બાગ્લાદેશ-શ્રીલંકા ની લાઈવ મેચ પર મોબાઈલ ફોન થી ક્રિકેટ સત્તાની રમત રમી રમાડતા હોવાની બાતમી મળતા એસ.ઓ.જી પો.ઈન્સ પી.એન પટેલ તથા પો.સ.ઈ કે.એમ ચૌધરી તથા એસ.ઓ.જી ટીમ ના માણસોની ટીમ રેડ કરતા અઝરૂદીન બાલાસાહેબ અફઘાન રહે. ખાનસાબ પાર્ક તથા શોહેલ બાલાસાહેબ અફઘાન રહે. પાલેજખાનસાબ પાર્ક અને સલીસશા રૂસ્તમશા દિવાન રહે. જલારામ નગર કરજણ જી. વડોદરા અને શફીક અલી પટેલ રહે. પાલેજ રંગે હાથે ક્રિકેટ સત્તો રમતા ઝડપાયા હતા.તેમની પાસેથી સાધન સામગ્રી મોબાઈલ લેપટોપ,કેલક્યુલેટર હીસાબની ડાયરી ક્રિકેટ સતાના સાધનો મળી કુલ કિંમત રૂપિયા ૭૪,૩૦૦ ના ક્રિકેટ સત્તો રમવાના સાધનો સાથે ૪ આરોપી ઝડપી પાડેલ છે જે અંગે ની તપાસ એસ.ઓ.જી શાખાના પો.સ.ઈ કે.એમ ચૌધરી કરી રહ્યા છે.
ક્રિકેટ સત્તા નો પર્દા ફાશ કરી આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ
Advertisement