૨૮ વર્ષ બાદ ડી.જી.પી એ કરેલ ઉત્તમ કામગીરી નુ એક ઉદાહરણ
પોલીસ વિભાગની દાદ-ફરીયાદ સમિતીને પુર્ણ જીવીત કરી
ડી.જી.પી એ તાજેતરમા પ્રશંશનીય કામગીરી કરી હતી જેની વિગત જોતા પોલીસ વિભાગની સતત કામગીરી સતત વધતા જતા કાર્ય બોજ બાબતે એ સવને ખબર છે કામ ના વધુ પડતા કલાકો અને ઓછા કર્મચારીઓ હોવાના પગલે પોલીસે કામગીરી વધુ કરવી પડતી હતી. જેથી પોલીસ તંત્ર ના કર્મચારીઓને શારીરીક અને માનસિક તનાવ થતો હતો. કુંટુબ માટે સમય આપી શકતા ન હતા. અગાઉ વર્ષ ૧૯૮૯ મા દાદ ફરીયાદ નિવારણ સમિતીની રચના થવા અંગે હુકમો કરવામાં આવ્યા હતા. પરંતુ આ હુકમો થયા ઘણો સમય વિતી ગયો હોવા છતાં તેણો અમ ચુસ્ત પણે અમલ કરાયો ન હતો પોલીસ કર્મચારીઓના પ્રશ્ના ના નિવારણ માટે ડી.જી.પી શિવાનંદ ઝા ધ્વારા ૧૯૮૯ ની દાદ ફરિયાદ સમિતીની ૨૮ વર્ષે ફરી સજીવન કરવાનો નિર્ણય કરવામા આવેલ છે.આ અંગે મળતી માહિતી મુજબ પોલીસ તંત્રની વધતીજતી કામગીરી અને ઓછા કર્મચારીના પગલે ઘણા પ્રશ્ન ઉપસ્થિત થતા હતા. તેથી તા.૧૬-૦૩-૨૦૧૮ ના પરિપત્ર મા જણાવ્યુ છે કે પોલીસ કર્મચારીઓને પડતી મુશ્કેલી અને તકલીફો બાબ્તે રજુઆત થઈ શકે તેવી માળખાગત પધ્ધ્તિ ના અભાવે જવાનોની સમ્સ્યાઓનુ ઝડપી નિરાકરણ થતુ નથી. પોલીસ ના નીચેની કક્ષાના કર્મચારીઓ અધિકારીઓની સમ્સ્યાનુ નિરાકરણ કરવાની જવાબદારી ઉચ્ચ પોલીસ અધિકારીની છે. જેથી ડી.જી.પી શિવાનંદ ઝા એ જિલ્લા- શહેર કક્ષાની અને રાજ્ય કક્ષાની દ્રિ સ્તરીય ફરીયાદ સમિતીની રચના કરવા હુકમ કરવામા આવેલ છે. આ સમિતિમા કર્મ્ચારી કે અધિકારી પોતાની નોકરી વિષેની કામકાજની મુશ્કેલી અને પ્રશ્ન ઉપરાંત પારિવારીક પ્રશ્ન મુકી શકશે. આમ પોલીસ તંત્ર ના કર્મચારીઓ ને આવનાર દિવસોમા શારીરીક માનશિક કે પારીવારીક સમ્સ્યાઓ માટે પોલીસ તંત્ર ધ્વારા પણ ખાસ મદદ કરવામા આવશે.આ સમિતીની રચના ઉપરાંત તેના અમલ અંગે એક મળખુ તૈયાર કરવામા આવેલ છે. ડી.જી.પી શીવાનંદ ઝા ઐતિહાસિક નિર્ણય થી સમગ્ર પોલીસ પરીવારોમા આનંદની લાગણી વ્યાપી ગઈ છે.