ઉપસરપંચને લઈ છેલ્લા ઘણા સમયથી વિવાદ વકર્યો છે આજરોજ અંકલેશ્વર ખાતેના બોરભાઠા બેટ ખાતેગ્રામપંચાયત ઓફિસની અંદર ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો પંચાયતના અધિકારી નાયબ ડીડીઓ ની સામે ભારે આક્ષેપબાજી કરતા જણાવ્યું હતું કે સામેવાળો પક્ષ ભારતીય જનતા પાર્ટીના આગેવાન પ્રફુલ પટેલનો વિરોધ આજે પણ યથાવત્ રહેવા પામ્યો છે આ કાર્યવાહી દરમિયાન નાયબ તાલુકા વિકાસ અધિકારી ની સામે ગ્રામજનોએ ભારે ગંભીર આરોપ મુકતા જણાવ્યું હતું .કેહવાય છે કે ઉમેદવારોના ફોર્મ ઉપસરપંચના બદલી નાખવાનો ડુપ્લીકેટ કાગડો મૂકવાના હોય સાચા બતાવવા માટે ની ગેરરીતિ સામે આવી જતા ગ્રામજનોએ અધિકારીઓનો ભારે ઘેરાવ કરી હોબાળો મચાવ્યો છે ગ્રામજનોએ આ કાગળો એ પોતાના કબજામાં લઈ લીધા હતા ગ્રામજનોએ જણાવ્યું છે કે અધિકારીઓ રાજકીય હાથા બનીને એક તરફી કામ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે તાલુકા પંચાયત ખાતે ધસી જઇ આ કાગળોને એફ.એસ.એલ મોકલી ખરાઇ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે આવનારા દિવસોમાં કલેકટર આ અંગે પગલાં ભરે તેવી ગ્રામજનોની માંગણી છે ગ્રામજનોએ નાયબ વિકાસ અધિકારી પ્રવીણ નીઝાંમાંમને કાગળ અંગે પૂછતા તેઓ ગલ્લાતલ્લા કરવા માંડ્યા હતા 7 દીવસ પહેલા ની કામગીરી આજે જ કેમ કરાય તે બાબતે શંકા ઉપજાવી હતી.
અંકલેશ્વર તાલુકામાં આવેલું બોરભાઠા બેટ ગામની ચુંટણી છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં સપડાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે
Advertisement