મહેસાણાની ઉંઝા નગરપાલિકાના પ્રમુખના વ્યાજખોર પતિની પોલીસે ધરપકડ કરી છે. આ વ્યાજખોરે એક પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેનું મકાન પચાવી પાડ્યુ છે. હવે પોલીસે કડક હાથે કામગીરી શરૂ કરી છે.
ઉંઝા પોલીસની ગિરફ્તમાં ઉભેલો આ વ્યાજખોર જીતુ ઉર્ફે મિલન પટેલ છે. ઉંઝા નગરપાલિકાની મહિલા પ્રમુખના પતિ એવા આ વ્યાજખોરે ગણપતભાઇ નામના એક વ્યકિતની આ મકાન પડાવી લીધુ. ગણપતભાઇ હાલમાં તેના પરિવાર સાથે એક શહેરથી બીજા શહેર ભટકે છે. 4.5 લાખની વ્યાજે લીધેલી રકમની સામે 40 લાખ લઇ લીધા. વધુ 8 લાખ માંગ્યા જે ગણપતભાઇ ન ચૂકવી શકતા તેના મકાનને પડાવી લીધુ. જે પછી ગણપતભાઇએ પોલીસને કરેલી રજૂઆત બાદ પોલીસે આ વ્યાજખોરને પકડી પાડ્યો છે.
પોલીસે એવા લોકોને અપીલ કરી છે જે આ વ્યાજખોરના ત્રાસનો ભોગ બન્યા હોય ત્યારે ઉંઝા નગરપાલિકાની મહિલા પ્રમુખના વ્યાજખોર પતિ જીતુ પટેલ સામે હવે પોલીસ કેટલા કડક પગલા ભરે છે તે મહત્વનું બની રહેશે.
મહેસાણા: પોલીસે વ્યાજખોરની કરી ધરપકડ
Advertisement