Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

સ્‍વચ્‍છ ભારત મિશન(ગ્રામીણ) અંતર્ગત સ્‍વચ્‍છતા રથનું(ડીઝીટલ મોબાઇલ વાન) જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી એસ.એમ.ગામીતે કરાવેલું પ્રસ્‍થાન

Share

તા.૦૯/૦૩/૨૦૧૮ ના રોજ મન કી બાત કાર્યક્રમમાં માન.પ્રધાનમંત્રીશ્રી ધ્‍વારા સમગ્ર દેશમાં સ્‍વચ્‍છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ૨ જી ઓક્‍ટોબર પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતિની ઉજવણી નિમિત્તે ‘સ્‍વચ્‍છતા રથ'(ડીજીટલ મોબાઇલ વાન) ઝુંબેશ ચલાવવાના આહવાનના ભાગરૂપે સ્‍વચ્‍છ શૌચાલયની ઉપયોગીતા અને તે અંગેની લોકોની માનસિક વર્તણૂંકમાં ફેરફાર લાવવા તથા ખુલ્લામાં શૌચમુક્‍ત(ઓ.ડી.એફ.) અંગેની સ્‍થિરતા જાળવવા તેમજ ઘન અને પ્રવાહી કચરાના નિકાલ વ્‍યવસ્‍થાપન માટે બહોળા પાયે જનજાગૃતિ કેળવવા સાબુ વડે હાથ ધોવા, શુકો અને ભીનો કચરો જુદી જુદી કચરાપેટીમાં નાંખવા વગેરેની જનજાગૃત્તિ કેળવવા સ્‍વચ્‍છતારથ તા.૦૯/૦૩/૨૦૧૮ થી તા.૨૪/૦૩/૨૦૧૮ સુધી ભરૂચ જિલ્લાના ગ્રામીણ વિસ્‍તારોમાં ફરશે.

સ્‍વચ્‍છ ભારત મિશન(ગ્રામીણ) અંતર્ગત ‘સ્‍વચ્‍છતા રથ’ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી એસ.એમ.ગામીતે લીલી ઝંડી બતાવીને પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.

Advertisement

આ સ્‍વચ્‍છતા રથ તા.૦૯/૦૩/૨૦૧૮ થી તા.૨૪/૦૩/૨૦૧૮ સુધી જિલ્લાના ૯ તાલુકાના કુલ ૧૮૦ ગામોમાં ફરશે. સ્‍વચ્‍છતા રથ દરેક ગામોમાં ગામદિઠ ચાલીસ મીનીટનું રોકાણ કરશે. ગ્રામજનોને શૌચાલયના ઉપયોગ અને સ્‍વચ્‍છતા અંગે જાગૃતિ આપશે. સ્‍વચ્‍છતા રથના પ્રસ્‍થાન સમયે ગ્રામ વિકાસ એજન્‍સીના અધિકારીશ્રી-કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્‍યા હતા.

સ્‍વચ્‍છતા રથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી ભરૂચથી પ્રસ્‍થાન ર્ક્‍યા બાદ તા.૦૯-૧૦/૦૩/૨૦૧૮ ના રોજ ભરૂચ તાલુકાના રહાડપોર, ચાવજ, પગુથણ, હલદર, કુવાદર, કોઠી, હીંગલ્લા, બોરી, નબીપુર, ત્રાલસા, કંથારીયા, થામ, વાલું, સરનાર, કરમાડ, મનુબર, દેરોલ, દયાદરા, કેલોદ અને પીપલીયા ગામે ફરશે.

સ્‍વચ્‍છતા રથ તા.૧૧-૧૨/૦૩/૨૦૧૮ ના રોજ આમોદ તાલુકાના સમની, સુડી, નણછા, અનોર, રનાડા, ધમણાદ, નિણમ, સોનામા, તેગવા, નાહિયેર, વાડીયા, રાણીપુરા, અડવાલા, રોંધ, ચકલાદ, સરભાણ, વેડચા, મંજોલા, વાસણા અને માતર ગામે ફરશે.

તા.૧૩-૧૪/૦૩/૨૦૧૮ ના રોજ સ્‍વચ્‍છતા રથ જંબુસર તાલુકાના કલક, વાંસેટા, ડોલીયા, ટંકારી, ઇસ્‍લામપુર, આસરસા, કપુરીયા, નાડા, દેવલા, ઠાકોરતલાવડી, સીંધવ, કનસાગર, અણખી, વાવલી, જાફરપુરા, બોજાદરા, વહેલમ, ઉચ્‍છદ, ગજેરા અને ડાભા ગામે ફરશે. તા.૧૫-૧૬/૦૩/૨૦૧૮ ના રોજ સ્‍વચ્‍છતા રથ વાગરા તાલુકાના સાચણ, પહાજ, મોસમ, ઓચ્‍છણ, કેશવાણ, મુલેર, ગંધાર, પાલડી, ચાંચવેલ, બદલપુરા, પિસાદ, સુતરેલ, વહીયાલ, કલમ, લીમડી, નાંદરખા, જણીયાદરા, સંભેટી ગલેન્‍ડા અને જોલવા ગામે ફરશે. તા.૧૭-૧૮/૦૩/૨૦૧૮ ના રોજ સ્‍વચ્‍છતા રથ અંકલેશ્વર તાલુકાના માંડવા, બુર્જગ, સામોર, કાંસીયા, અમૃતપરા, નૌગામ, છાપરા, અંડાદા, ગડખોલ, સુરવાડી, બોરભાઠા બેટ, રવિદ્રા, કરમાલી, પારડી, ઇદ્રીશ, મોટવાણ, સીસોદરા, ઉટીયાદરા, અરાદરા, તેલવા, પીલુદરા, આલુજ અને ઉમરવાડા ગામે ફરશે.

તા.૧૯-૨૦/૦૩/૨૦૧૮ ના રોજ સ્‍વચ્‍છતા રથ હાંસોટ તાલુકાના ઉત્તરાજ, શેરા, હાંસોટ, અણીયાદરા, બોલાવ, ધમરાડ, આંકલવા, બાલોતા, વઘવાણા, દંત્રાઇ, છીલોદ્રા, સમની, વમલેશ્વર, જેતપોર અને કતપોર ગામે ફરશે. તા.૨૧-૨૨/૦૩/૨૦૧૮ ના રોજ વાલીયા તાલુકાના પઠાર, દાજીપરા, ચંદેરીયા, ડરેલી, સોડગામ, રાજગઢ, ભરાડીયા, ભમારીયા, તૃણ, કનેરાવ, કરસાડ, સીનાડા, લુણા, દલસોલી, હિરાપોર, સીલુડી, સાબરીયા, જામણીયા, રાજપરા, મોખડી ગામોએ ફરશે. તા.૨૩/૦૩/૨૦૧૮ ના રોજ નેત્રંગ તાલુકાના બિલાઠા, રૂપઘાટ, વરખડી, વાલપોર, ગાલીબા, ફુલવાડી, બેડાકપની, ધાણીખુંટ, નાના જાબુંડા, નાના જાબુંડા, બિલોઠી, યાલ, મોવી, ખરેઠા, કુંડ, વાંદરવેલી, ડેબાર, શનકોઇ અને અરેઠી ગામોએ ફરશે.

તા.૨૪/૦૩/૨૦૧૮ ના રોજ ઝઘડીયા તાલુકાના ખરચી, ખરચી ભીલવાડા,, ઉંટીયા, સરદારપરા, દધેડા, લીંમેટ, મોરતલાવ, રંદેરી, સેલોદ, ફુલવાડી, વંઠેવાડ, ખારીયા, દુઃમાલપોર, કુંવરપરા, સઃવાઘરા, કરાડ, સીમધરા, લીમોદરા, મોટાસાજા ગામોએ સ્‍વચ્‍છતા રથ ફરશે.


Share

Related posts

માંગરોળ : નાની નરોલી ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ. એકેડેમીમાં સંવિધાન દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

આમોદ તાલુકાનાં સરભાણ ગામ ખાતે સગીરાને ભગાડી જનારને પોલીસે 3 વર્ષ પછી ઝડપી લીધો હતો.

ProudOfGujarat

પંચમહાલ : દાંતીયાવર્ગ પ્રા.શાળામાં ઓરી અને રુબેલા રસીકરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!