દરજી કામ કરી વર્ષે દોઢ લાખ કમાતા પિતા એ દીકરા ને 17 લાખ કમાતો કર્યો.
એમએસયુનિવર્સિટી ના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ના વિઘાર્થી ઓને IOCL કંપની દ્રારા 17.3 લાખ ના પેકેજ ઓફર કરાઇ
એમએસયુનિવર્સિટી ના ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ના ચાર વિઘાર્થીને 4 વિઘાર્થી ઓને IOCL કંપની દ્રારા 17.3 લાખ ના પેકેજ ઓફર કરાઇ છે. ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ખાતે પ્લેસમેન્ટ સેલનુ આયોજન કરાયું હતું.જેમા 60 થી વઘુ કંપનીઓ પ્લેસમેન્ટ માટે આવી હતી. કેમિકલ એન્જીનીયરીંગ ના 4 વિઘાર્થી રવિ વાઘેલા,વિજય હડિયા ,હર્ષ લાઠીયા અને પ્રતિક ભટ્ટ ને 17.3 લાખ ના રૂપિયા નુ પેકેજ કોઇ વિઘાર્થી આપવામાં આવ્યું છે. રવિ મનીષભાઈ વાઘેલા એ વિરમગામ ના રહેવાસી છે. અને તેના માતાપિતા દરજી કામ કરે છે.
અને જેમની વાર્ષિક આવક અંદાજીત 1.5 લાખ ની હોવાનુ જણાય છે. અને રવિ મનીષભાઈ વાઘેલા ને કંપની તરફથી 17 લાખ ના પેકેજ ની ઓફર મળી રહી છે. રવિ વાઘેલા વિરમગામ ની કેબીશાહ વિનય મંદિર શાળામાં ઘોરણ 1 થી 10 સુઘી અભ્યાસ કર્યો છે.જેને લઇને વિરમગામ શહેરમાં રહેતાં દરજી સમાજ અને કેબીશાહ શાળા ના નુ ગૌરવ વઘારતા આચાર્ય અને મઘ્યપ્રદેશ રતલામ જિલ્લાના કોંગ્રેસના પ્રભારી અલ્કેશભાઇ દવે શુભેચ્છાઓ પાઠવી હતી.
:-પીયૂષ ગજ્જર વિરમગામ