ભરૂચ જિલ્લામાં છેલ્લા ૭ દિવસમાં કોઈના કોઈ આત્મહત્યા, હત્યા, મારામારી, ચોરીના અનેકો બનાવો બની રહ્યા છે. હોળાષ્ટકના દિવસો દરમ્યાન સતત બનતા આવા બનાવોના પગલે ભરૂચ જીલ્લાનું પોલીસ તંત્ર જ નહિ પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યનું પોલીસ તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. સૌ પ્રથમ ત્રિપલ મર્ડરની જે ઘટના ઘટી જેના કારણે લોકોના રૂંવાળા ઉભા થઈ ગયા પરંતુ આ ઘટનામાં પણ આર્થિક મંદીનું કારણ બહાર આવે તેવી સંભાવના છે.
અત્રે નોંધવું રહ્યું કે ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી જેટલા પણ બનાવ બન્યા તાજેતરમાં તેમાં આર્થિક સંકળામણ કે પછી પતિ, પત્ની ઔર વો નાં કિસ્સા બન્યા હોવાની શંકા મળેલ છે. એટલું જ નહી પરંતુ કેટલાક કિસ્સા એવા પણ છે કે જેમાં હજુ પણ કેમ આત્મહત્યા કરી કે હત્યાનો બનાવ બન્યો તેનો ભેદ પોલીસ તંત્ર ઉકેલી શકી નથી. આ બનાવો બનવા નાં પગલે હવે એમ લાગી રહ્યું છે કે આવનાર ઉનાળાના દિવસોમાં આવા વધુ બનાવ બને તો તેવી શક્યતાને નકારી શકાતી નથી.