Proud of Gujarat
FeaturedEducationGujaratINDIAUncategorized

એસ.વી.એમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ત્રિદિવસીય વર્કશોપનું આયોજન

Share

ભરૂચ શહેર તેના ઔધૌગિક વિકાસ અને પ્રખ્યાત ઈન્ડસ્ટ્રિઝ માટેનો જાણીતો છે. આ પ્રખ્યાત ઇન્ડસ્ટ્રિઝ પૈકી ઓટોમેશનને પહોંચી વળવા તજજ્ઞોની બહોળી માંગ ઉભી થઇ છે. પરંતુ અલ્પ માત્રામાં જ તેના તજજ્ઞો હોવાથી આ વિષે વિદ્યાર્થીઓને માહિતગાર કરવા તેમજ ઔધૌગિક શિક્ષણ અને તાલીમ આપવા માટે એસ.વી.એમ ઇજનેરી કોલેજ ખાતે ઇલેક્ટ્રિકલ ડીપાર્ટમેન્ટ દ્વારા ૫મી માર્ચથી ત્રણ દિવસ માટે “Workshop on PLC” નું આયોજન કરવામાં આવેલ છે. આ વર્કશોપ ઇલેક્ટ્રિકલ ડીપાર્ટમેન્ટનાં અધ્યાપકો પ્રો. પાયલ પટેલ, પ્રો. અભિષેક મહેતા અને પ્રો. ચિરાયુ પટેલનાં મુખ્ય માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને શીખવવામાં આવશે. આ પ્રકારના વર્કશોપથી વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રિઝમાં વપરાતી ટેકનોલોજી વિષે જાણકારી મળશે અને નોકરી મેળવવાની તક ઉજ્જવળ બનશે.

Advertisement

Share

Related posts

ઓલપાડના મોર ગામની સીમમાંથી રૂ.૧,૧૮,૮૦૦ ની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

ProudOfGujarat

નડિયાદમાં ઓનલાઇન ક્રિકેટના સટ્ટાનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડતી સર્વેલન્સ સ્કવોર્ડ.

ProudOfGujarat

रजनीकांत और अक्षय कुमार की फिल्म 2.0 होगी इस डेट को रिलीज़!

ProudOfGujarat
error: Content is protected !!