ભરૂચ જિલ્લામાં હાલ સરેરાશ ૩૭ ડીગ્રી તાપમાન વર્તાઈ રહ્યું છે ત્યારે ગરમીનો પારો દરરોજ ઉંચો જઈ રહ્યો છે. તેવી પરિસ્થિતિમાં કોંગ્રેસ દ્વરા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં દાદાભાઈ બાગ વિસ્તારમાં આવેલ પાણીની પરબ માટે જગ્યા હોવા છતા આજ દિન સુધી પરબનું નિર્માણ થયું નથી જે અંગે કોન્ગ્રેસના કોર્પોરેટર દ્વારા રજુઆતો કરાઈ હતી.
હજુ તો માંડ ઉનાળા ની ઋતુ નો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે શહેર ના મોટા ભાગ ના વિસ્તારો માં લોકો ને જાહેર માર્ગો ઉપર પીવાના પાણી ની સમસ્યા નો સામનો કરવો પડી રહ્યો છે..અને શહેર માં ભૂતકાર માં કાર્યરથ પાણી ની પરબો હાલ બંધ અવસ્થા માં છે ……ત્યારે લોકો ને શહેર માંથી પીવાનું પાણી ખરીદી ને ન પીવું પડે અને શહેર તેમજ અન્ય જીલ્લા માંથી આવતા લોકો ને ઉનાળા ના સમય ગાળા માં જાહેર માર્ગો ઉપર પીવાના પાણી ના વલખા ન મારવા પડે તે હેતુ થી આજ રોજ ભરૂચ પાલિકા ખાતે કોંગ્રેસ ના સભ્યો એ પ્રમુખ ને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી….
અત્રે નોંધવું રહ્યું કે ભરૂચ નગરમાં હાલ ઠેર ઠેર પાણીના પરબની જરૂરિયાત ઉભી થઇ છે. જ્યારે સડક પરનો ડામર ઓગળી જાય તેવા સમયે ભર બપોરે નીકળેલ રાહદારીઓને પાણી તરસ છીપાવવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા પાનીની પરબ ઉભી કરવામાં આવે તેવી લોકમાંગ થઇ રહી છે. આ સાથે સેવા ભાવી સંસ્થાઓએ પણ આ અંગે આગળ આવવું જોઈએ