નર્મદા નદીના કિનારે વસેલ ભરૂચ નગરમાં સરેરાશ ૩ ડીગ્રી તાપમાનનો વધારો ગત વર્ષ કરતા થઇ રહ્યો છે. હાલ ૩૭ ડીગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી ગયો છે. ત્યારે આવનાર એપ્રિલ-મેં મહિનામાં સરેરાશ ૪૦ ડીગ્રી થી વધુ તાપમાન નોંધાય તેવી સંભાવના છે.
ભરૂચમાં તાપમાન વધવાના કારણો ખુબ ચોંકાવનાર છે. એક ગણતરી પ્રમાણે ભરૂચ જિલ્લામાં દર મહીને ૧૦૦૦ વ્રુક્ષોનુ છેદન થાય છે. માર્ગ પહોળા કરવામાં, નવી ઇમારતો ઉભી કરવા તેમજ અન્ય કારણોસર વ્રુક્ષોનુ છેદન થઇ રહ્યું છે. જેથી હવામાનના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જેમ જેમ ભરૂચ જિલ્લામાં વ્રુક્ષોનુ પ્રમાણ ઘટતું જશે, સંખ્યા ઘટતી જશે તેમ તેમ તાપમાણ વધતું જશે. સાથે સાથે ભરૂચ જિલ્લામાંથી વહેતી નર્મદા નદીનાં સુકા પટ અને સતત પાણીનું પ્રમાણ ઓછું થતા ગરમીનો પારો દર વર્ષે સરેરાશ રીતે વધુ ઉંચો જઈ રહ્યો છે.
Advertisement