(હારૂન પટેલ)
ગુજરાત કામદાર સમાજ દ્વારા વિડીયોકોન ઈન્ડસ્ટ્રીઝ ચાવજ ખાતે ફરજ બજાવતા કર્મચારીઓના અનિયમિત પગાર તેમજ બોનસ નાં નાના અને કંપની અને યુનિયન સાથે થયેલ સમાધાન ની શરતોનું ભંગ થયો હોવાનો આક્ષેપ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે.
ભરૂચ જીલ્લા કલેકટરને સંબોધીને આપેલ આવેદનપત્રમાં જણાવેલ છે કે વિડીયોકોન ઈન્ડસ્ટ્રીઝની ચાવજ ભરૂચ ખાતે છેલ્લા ૬ માસથી કંપનીમાં ફરજ બજાવતા કામદારો કર્મચારીઓનો પગાર દર માસે અનિયમિત રીતે કરવામાં આવે છે. જેથી કામદારોને તેમનું ઘર તંત્ર ચલાવવા બાળકોની સ્કૂલની ફી ભરવામાં તકલીફ પડી રહી છે. જેથી કામદાર જગતમાં રોષની લાગણી ફેલાઈ રહી છે.
આ અંગે ભરૂચ આસીસ્ટન્ટ લેબલ કમિશનરને પણ લેખિતમાં ફરિયાદ દાખલ કરી હતી પરંતુ તે અંગે પણ કોઈ કામગીરી ભરૂચ નાં આસીસ્ટન્ટ લેબલ કમિશનર દ્વારા કરવામાં આવી નથી. તેમજ યુનિયન અને મેનેજમેન્ટ વચ્ચે થયેલ કરારનું પાલન કંપની દ્વારા કરવામાં આવતું નથી તેવા આક્ષેપ આવેદનપત્રમાં કરવામાં આવેલ છે. આ ઉપરાંત વર્ષ ૨૦૧૬-૧૭ નું બોનસ ચૂકવી આપવામાં આવેલ નથી. આવી બાબતો જણાવી આવેદનપત્ર એમ પણ જણાવાયું છે કે કંપની દ્વારા આવી રીતિ નીતિના પગલે કર્મચારીઓના કામદારોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. જેથી આવેદનપત્ર પાઠવવાની ફરજ પડેલ છે.