અંધેર નગરી ગંદુ રાજા જેવી કહેવત આજ કાલ ભરૂચ ના માર્ગો પર પ્રખ્યાત થવા પામી છે ક્યાંક ગંદકી ના ઢગ છે તો ક્યાંક લાઈટો ડિસ્કો કલબ ની જેમ જોવા મળે છે કરોડો અને લાખ્ખો ના વિકાસ ના કામો અવાર નવાર વર્ષો થી મંજુર થતા આવ્યા છે…પરંતુ જયારે આ પ્રકાર ની ઘટના ઓ પ્રકાશ માં આવે ત્યારે આ બધીજ બાબતો ના ધજાગરા ઉડવા પામે છે…….
વાત કંઈક આમ છે કે ગત રોજ રાત્રી ના સમયે ભરૂચ ના ઝાડેશ્વર માર્ગ પર આઇ નોકક્ષ સિનેમા નજીક ખુલ્લી ગટર માં એક ગાય પડી જતા આ અંગે ની જાણ સ્થાનિકો યુવાનો ને થતા સ્થાનિક યુવાનોએ સ્થળ પર દોડી જઇ જે સી બી તેમજ ભરૂચ ફાયર ના કર્મીઓ ની મદદ લઇ ગાય ને ભારે જહેમત બાદ સહી સલામત રીતે બહાર કાઢી હતી…..
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમય થી સ્થાનિક તંત્ર ના પાપે આ ખુલ્લી ગટર કોઈક મોટી દુર્ઘટના સર્જવવા ની રાહ જોઈ રહી હોય તેમ આ ઘટના બાદ થી કહી શકાય તેમ છે …….અને સ્થાનિક તંત્ર નિંદ્રા માંથી બહાર આવી આ પ્રકાર ની મુખ્ય માર્ગ ઉપર તુટેલી અને ખુલ્લી ગટરો ઉપર ઢાંકણા બેસાડી અથવા પેક કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે……..