અંકલેશ્વરના પીરામણ ગામની હાઇવે તરફ આવેલ આઝાદ નગર સોસાયટી ખાતે ગત સાંજે અભયમ મહિલા હેલ્પલાઇના સ્ટાફ ઉપર રહીશોએ હુમલો કરી અભયમ ગાડીના કાચ તેમ અભ્યમના ડ્રાઈવરને માર મારી ઈજાઓ પહોંચાડી હતી.
જયારે મહિલા કર્મચારી ને પણ ધક્કા મારી માર માર્યો હતો. ભરૂચ મહિલા સેલ ના પોલીસ અધિકારીની ઘટનામાં જોડે હોવા છતાં આવી ઘટના થી ભારે ચકચાર મચી જવા પામી છે.
મહિલા હેલ્પલાઇન ના કાઉન્સિલર અનિતાબેન મનહરભાઈ પરમાર તેમજ ડ્રાઇવર નીરવ ભાઈ હીરા ભાઈ ભગોરા. તથા ત્રણેય મહિલા કર્મચારી પર હુમલો કરાયો હતો. સાતથી દસ જેટલા લોકોએ પથ્થર મારો કર્યો તેમજ લાકડીઓ વડે પણ હુમલો કર્યો હતો.
તેની સાથે છેડતી થઇ હોય તેવી ફરિયાદી રેખાબેન પ્રકાશભાઈ વસાવાએ મહિલા હેલ્પ લાઈનને કરી હતી. એક યુવક મારી છેડતી કરે છે એવી ફરિયાદના આધારે મહિલા હેલ્પલાઇન અંકલેશ્વર પહોંચી હતી. મહિલા હેલ્પલાઇન છેડતી કરનાર ઈસમને કોલ કરતા જેવોએ પોતે ઘર હોવાનું કહ્યું હતું. મહિલા હેલ્પ લાઇનને તમામ સભ્યોને ઘરે બોલાવી દરેક પર હુમલો કરાવ્યો હતો.
આ ઘટનાની શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. અને તેમનું કહેવું છે અમે મહિલાઓની સુરક્ષા માટે ૨૪ કલાક તત્પર છી પરંતુ આવી ઘટનાઓથી અમને ડર લાગે છે. મારી પર હુમલો થયો દુખદ ઘટના થઈ છે મહિલા હેલ્પ લાઇન પોલીસની જીપ ઉપર લોખંડની જાળી હોય તો ગાડીના કાચ તેમજ તમામ સભ્યોને બચાવ થઇ શક્યો હોત બેફામ પથ્થરમારાથી ગાડીને નુકસાન પહોંચવા પામ્યું છે. જાણવા મળતી મુજબ રહેમત પઠાણ, ઇમરાન પઠાણ તેમજ અન્ય વિરુધ ફરિયાદ કરવામાં આવી છે.