જે ગડખોલ પાટિયા આવી પહોંચ્યો હતો જેમાં ભરૂચ જિલ્લાના સાંસદ છે મનસુખભાઇ વસાવા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ જનસંપર્ક યાત્રા દ્વારા શહેર અને ગામડાંઓના દરેક લોકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની જે યોજનાઓ છે. તેનાથી માહિતગાર કરી તેનો વધુમાં વધુ દેશની જનતાને લાભ મળે તેના માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ યાત્રા દ્વારા કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તેનો લાભ લેવા માટે કઈ રીતે કામ કરવું તેના વિશે માહિતી આપવામાં આવે છે. જેથી કરીને રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનું સામાન્યથી સામાન્ય માણસ અને ગરીબ માણસ સુધી આ યોજનાઓ પહોંચ્યા અને તેનો લાભ આ લોકો લઇ શકે તેના માટે જન સંકલ્પ યાત્રા આજરોજ અણખોલ ગામ ખાતે આવી પહોંચી હતી.
જેમા મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રમેશભાઈ મિસ્ત્રી, મારુતિ અટોદરીયા, સંદીપભાઈ પટેલ, જનકભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહી મનસુખભાઇ વસાવા નુ ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.