ભરૂચ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ફોર લેન અને સિક્ષ લેન રસ્તા તૈયાર કરવામાં આવ્યા જેને લઈને હજારો વ્રુક્ષોનુ છેદન કરાયું. બાળકને નાનપણથી સીખવવામાં આવે છે કે વ્રુક્ષ સજીવ છે. વ્રુક્ષ પણ વિવિધ લાગણીઓનો અનુભવ કરે છે. વાહન વ્યવહાર અને આધુનિકતા માટે ફોર લેન અને સિક્ષ લેન રસ્તા બને તે આવકાર્ય છે. પરંતુ આ રસ્તા નાં નિર્માણ થતા અગાઉ નવા એવા વ્રુક્ષોનુ વાવેતર કરવું જોઈએ કે જેથી વ્રુક્ષ છેદન થયેલ વ્રુક્ષોની રમણીયતા અને ગરિમા ન મહેસુસ થાય વ્રુક્ષો દ્વારા વરસાદના પ્રમાણને પણ પ્રભાવ પડે છે ત્યારે તાજેતરમાં ઝગડિયા થી અંકલેશ્વર નગરને જોડતા રસ્તાને પહોળા કરવાનું આયોજન કરાયું છે. પરંતુ આ શું ??? રસ્તા પહોળા થશે ત્યારે થશે પરંતુ હાલ તો ખટાખટ કુહાડીના ઘા મારીને સજીવ અને સંવેદના અનુભવતા વ્રુક્ષોને ધરાશાયી કરાયા, નવા વ્રુક્ષોનુ વાવેતર કરાયું નહિ અને આવા વ્રુક્ષો ઘટાદાર થાય તેના માટે વર્ષોનો સમય લાગશે ત્યાં સુધી આ ઉજળ પહોળા રસ્તા વાહન ચાલકોને યાદ અપાવતા રહેશે કે આજ સ્થાને ઘટાદાર વ્રુક્ષો હતા. કહેવાતા પર્યાવરણ વાદીઓ અને વ્રુક્ષો પર લાંબુ વ્યક્તવ્ય આપનાર રાજકારણીઓ છાશવારે વ્રુક્ષા રોપણ કરતા અને પછી વ્રુક્ષોનુ જતન ન કરતા સમાજ સેવકો ક્યાં ભૂગર્ભ માં સમાઈ ગયા છે. તે અંગે લોક ચર્ચા ચાલી રહી છે.