આવેદન પત્રમાં જણાવ્યા મુજબ સામાજિક કાર્યકર અને આંબેડકર વાદી ભાનુભાઈ વણકર દવારા તેમની લાંબા સમયથી જમીનની માંગણી કરેલ હતી. તેમને પૈસા પણ ભરી દીધા હતા. તેમ છતાં પણ જમીન નહિ ફાળવાતા ફરી આજે પરીવાર સાથે રજૂઆત કરવા ગયા હતા. તે દરમ્યાન સરકારની પછાત વિરોધી નીતિના કારણે જમીનની માંગણી નહિ સંતોષાતા કલેકટર કચેરી ખાતે પોલીસ અને લોકોની હાજરીમાં આત્મવિલોપન કરેલ છે. આ ઘટનાથી વધુ એક વાર ગુજરાત સરકાર દલિત અને પછાત વર્ગ ગરીબ વિરોધી સરકાર બને છે. સરકાર દ્વારા દલિત અને પછાત વર્ગના પડતર પ્રશ્નોનો સમગ્ર ગુજરાતમાં ઉકેલ્યા વગરના પડ્યા છે,. તેમને તાત્કાલિક હક મળે તેવી માંગની આવેદનપત્ર દ્વારા કરવામાં આવી છે. તેમજ ગુજરાત રાજ્યમાં વારંવાર દલિતો પર થતા અત્યાચાર અને તેમના હકો અપાવવામાં નિષ્ફળ નીવડેલ આ ભાજપા સરકાર વિરુદ્ધ જીલ્લા સમિતિ ગુજરાતમાં કોંગ્રેસે માંગણી કરી હતી કે ગુજરાતમાં વારંવાર દલિતો ઉપર થતા અત્યાચાર સાથે સંકળાયેલા તમામ સામે કડક પગલા ભરવામાં આવે તેમજ આવી ઘટના ન બને તે માટે યોગ્ય પગલા ભરવા માંગ કરી છે. આ પ્રસંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, નાઝુભાઈ ફળવાલા, જીલ્લા પ્રમુખ જશુબેન, પરેશ મેવાડા, અરવિંદ દોરાવાલા, સુરેશ મહેતા, મહેશભાઈ પરમાર, દિનેશભાઈ અડવાણી, બળવંત સિંહ પરમાર, ધ્રુતાબેન રાવલ, ચેતનાબેન વસાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.