Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

અમરાવતી ખાડીમાંથી એક યુવાનનો વિકૃત મૃતદેહ મળી આવતા સનસનાટી

Share

(યોગી પટેલ)

Advertisement

મૃતકના ખીસ્સામાથી આધાર કાર્ડ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો ડેબિટ કાર્ડ મળી આવ્યું

ભરૂચ જિલ્લામાં અવાર નવાર વિકૃત હાલતમાં લાશો મળી આવવાના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં જ નંદેલાવ કચરાના ડમ્પિંગ સાઈડ પર એક મહિલાની વિકૃત લાશ મળીએ આવી હતી. જેને તપાસ કરતા પતિ, પત્ની ઓર વો નું પ્રકરણમાં બહાર આવ્યું હતું. ત્યારે હાલ ભરૂચ નજીક અંકલેશ્વરના સામોર ગામની હદમાંથી પસાર થતી અમારાવતિ નદીની ખાડીમાંથી એક યુવાનનો ડી કમ્પોઝ એટલે કે વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.

આ યુવાનના પેન્ટના ખિસ્સા ચેક કરતા ખિસ્સામાંથી એક આધાર કાર્ડ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ડેબીટ કાર્ડ મળી આવેલ છે. આધાર કાર્ડ જોતા તેના પર શેખ સદ્દામ કુરેશી રહે. નિઝર ગામ જીલ્લો તાપી નું સરનામુ જણાયું છે. આ મુદ્દે અંગે હાલ અંકલેશ્વર પોલીસ વધુ તપાસ કરી રહી છે ડી કમ્પોઝ હાલતમાં મળી આવેલ મૃતદેહ અંગે કાયદેસરની કાર્યવાહી ચાલી રહીએ છે. ત્યારે આ યુવાનનું કયા સંજોગોમાં મોત નીપજ્યું અને તેને અમરાવતી ખાડીમાં ફેકી દેવામાં આવ્યો કે કઈ ઘટના બની તેના રહસ્યો તપાસ દરમ્યાન બહાર આવશે.


Share

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માહિતી ખાતા દ્વારા સંપાદિત ગુજરાત દિપોત્સવી અંક-૨૦૭૯ નું વિમોચન કર્યું.

ProudOfGujarat

સમગ્ર ભરૂચ નગરમાં વધતા જતા તાપમાને ભરૂચ નગરપાલિકાના ભ્રષ્ટ્રાચારની પોલ ખુલી

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર વિરુદ્ધ સેવા શિસ્તના નિયમોના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહીની માંગ.

ProudOfGujarat
error: Content is protected !!