વડોદરામાં કાયદો વ્યવસ્થાની સ્થિતી કથળી હોય તેમ ર મહિનામાં ૬ર ચોરીના બનાવથી તંત્ર સામે રોષ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડોદરામાં છેલ્લા ર મહિનામાં ૬ર ઘરફોડ ચોરીની ઘટનાઓ સામે આવી છે જયારે ૩૯ ઠગાઇના કેસ સામે આવ્યા છે.અને હત્યાના પ્રયાસના ૭ કેસ નોંધાયા છે. બીજી તરફ સુરતમાં પણ ક્રાઇમ રેટ દિવસેને દિવસે વધી રહ્યો છે.
ભરૂચમાં પણ હરરોજ એક ચોરીનો બનાવ સામે આવે છે ક્યારેક ઘરફોડ ચોરી તો ક્યારેક દિવસના સમયગાળામાં પણ ચોરી તો ક્યારેક મારી નાખવાની ધમકી આપી લૂંટ પણ કરવામાં આવી રહી છે. છેલ્લા ૨ મહિનાથી હર બીજા દિવસે એક ઘરમાં ચોરીનો બનાવ બને છે. જેના કારણે લોકોમાં ગભરાત ફેલાઈ જવા પામ્યો છે. લોકો પોતાનું ઘર બંધ કરીને બહાર જવામાં પણ દરે છે કેમ કે ક્યારેક સાંજના ૭ વાગ્યે ચોરી થાય તો ક્યારેક રાત્રે ૧૧ વાગ્યે.
બીજે તરફ જોઈએ તો સુરતમાં છેલ્લા ર મહિનામાં હત્યાના ૧૭ કેસ નોંધાયા છે. જયારે લુંટના ૪૭ કેસ નોંધાયા છે જયારે અપહરણના ૬૭ કેસ નોંધાયા છે. આ ઉપરાંત અમદાવાદ અને રાજકોટમાં પણ ક્રાઇમ રેટમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજયમાં વધી રહેલા ક્રાઇમના કારણે પોલીસ તંત્ર પર પણ સવાલો ઉઠયા છે. વધી રહેલા ક્રાઇમ રેટના કારણે પોલીસ કેમ ચુપ રહે છેઅને અસમાજીક તત્વોને ઝડપી પાડવા પોલીસ કેમ નિષ્ફળ રહે છે તે એક મોટો પ્રશ્ન છે.
વડોદરા શહેરમાં બે મહિનામાં ૦૩ હત્યા, ૦૫ હત્યાના પ્રયાસો, ડીસેમ્બરમાં ૨૪ અને જાન્યુઆરીમાં ૩૮ ચોરીના ગુના નોંધાયા, ડીસેમ્બરમાં ૧૦ લૂંટ અને જાન્યુઆરીમાં ૦૨ કેસ નોંધાયા. આમ દરેક શહેરમાં ૨ મહિનાથી ચોરી અને હત્યાના કેસો પણ વધી રહ્યા છે જેના લીધે લોકોમાં ગભરાટની લાગણી પ્રસરી જવા પામી છે.
સૌજન્ય