Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

જાણો કેમ વાંધો ઉઠાવ્યો ચીને, વડાપ્રધાન મોદીની અરૂણાચલ પ્રદેશની મીટીંગ પર ??

Share

ચીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અરુણાચલ પ્રદેશની મુલાકાત સામે વાંધો વ્યક્ત કર્યો છે.

ચીને કહ્યું છે કે તે કૂટનીતિક સ્તરે પોતાનો વિરોધ નોંધાવશે.ચીને એમ પણ કહ્યું છે કે તેઓ અરુણાચલ પ્રદેશને ભારતનું એક રાજ્ય નહીં. પણ દક્ષિણ તિબેટનો હિસ્સો માને છે.

Advertisement

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યુ છે કે ચીન-ભારત સરહદને લઈને ચીનની સ્થિતિ બિલકુલ સ્પષ્ટ છે અને તેના પર તે સતત કાયમ છે. ચીનની સરકારે ક્યારેય પણ અરુણાચલ પ્રદેશના અસ્તિત્વને માન્યતા આપી નથી અને તેઓ વડાપ્રધાન મોદીની આ વિવાદીત ક્ષેત્રની મુલાકાતનો આકરો વિરોધ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર-2017માં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ, નવેમ્બર-2017માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મુલાકાત, એપ્રિલ-2017માં દલાઈ લામાની અરુણાચલ પ્રદેશની મુલાકાતનો પણ ચીને વિરોધ કર્યો હતો.

(સૌજન્ય અકિલા)


Share

Related posts

અનામત મુદ્દે હાર્દિક પટેલ ફરી એકવાર આક્રમક મૂળ માં આગામી ૨૫ ઓગસ્ટ ના રોજ થી બેસશે ઉપવાસ પર….

ProudOfGujarat

ભરૂચના જંબુસરમાં વકફ અધિનિયમ 1995 કલમ 70 હેઠળ ગેર વહીવટ કરનાર સામે કાર્યવાહીની માંગ કરતો મુસ્લિમ સમુદાય

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના ઝરણા – કાંટીપાડા રોડ પર બાઇક પર દારૂનો જથ્થો લઇ જતો એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat
error: Content is protected !!