ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામના રહીશો દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં ગુજરાત સરકારના ખાણ અને ખનીજ વિભાગના પરિપત્રને બીડાણ કરવામાં આવેલ છે. તેમજ હાઈકોર્ટના ચુકાદાનું પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર અને હાઈકોર્ટે આપેલ ખાણ ખનીજ વિભાગમાં ઘણા ફેરફારો કરી માર્ગદર્શન આપેલ છે. એ માર્ગદર્શન અને સૂચનોનું સરેઆમ કરવામાં આવેલ ગાઈડલાઈન્સમાં આઠ મુદ્દાઓનો સમાવેશ થાય છે જેમાં રેતીનું ખનન સવારે ૬ પહેલા અને સાંજે ૬ પછી કરવાનું હોતું નથી માત્ર નદીના પટમાંથી જ રેતીનું ખનન કરવાનું હોય છે તેમજ મહત્તમ ત્રણ મિટરની ઊંડાઈ સુધી જ રેતીનું ખનન કરી શકાશે તેમજ જે સ્થળોએ નદીના પાણી સાથે ખારા પાણીના ભલી જવાની શક્યતા હોય તેવા સ્થળો એ સાદી રેતી ખનિજનું ખનન કરી શકાય નહિ, આવા નિયમો હોવા છતાં તેનો આડેધડ ભંગ થઇ રહ્યો છે. રાજકીય પદ ધરાવતા કેટલાક તત્વો આવા તમામ ગેરકાયદેસર સમગ્ર પરાક્રમમા સક્રિય છે. ખાંણ અને ખનીજ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી પરંતુ કહેવાય છે કે ભૂતકાળમાં પાંચ જેટલા ગેરકાયદેસર વહન થતા હાઈવા જપ્ત કર્યા હતા જેને રાજકીય દાબ દબાણ અપાવે એ છોડી પણ મુકાયા હતા. એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
વધુ મળતી માહિતી મુજબ આશરે એક દોઢ વર્ષ અગાઉ કલેકટર શ્રી આ વિસ્તારમાં આવા મોટા વાહનો પ્રતિબંધિત કરવા ભરૂચના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટએ સ્થળ નિરીક્ષણનો અભિપ્રાય મંગાવ્યો હતો. તત્કાલીન એસ.ડી.એમ ઓફિસર યાદવે આ અંગેનો અભિપ્રાય કલેકટરને મોકલી આપેલો ત્યારબાદ હાલના કલેકટરે આ બાબતે સ્પષ્ટ અભિપ્રાય મોકલવા હાલના એસ.ડી.એમ દેસાઈને શુચન કર્યું છે. ગામ લોકોની લાગણી અને માંગણી એવી છે કે છેલ્લા દોઢ વર્ષથી તલ્લે ચડેલ આ વિષયને વહેલી તકે કલેકટર અંગત રસ લઇ જાહેરનામું બહાર પાડે તેવી લોક માંગ ઉભી થવા પામી છે.