Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

દશ અને બાર વિલ વાળા સાદી રેતીના હાઈવા ટ્રક પસાર થવા બાબતે તંત્રો દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા શુકલતીર્થ તાલુકો ભરૂચના રહીશોએ આવેદનપત્ર પાઠવ્યું

Share

 

હિંસાત્મક સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાવા માટે આપેલ ચીમકી

Advertisement

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામના રસ્તા પરથી દસ અને બાર પૈંડા વાળા સાદી રેતીના હાઈવા ટ્રક પસાર થવા બાબતે શુકલતીર્થ અને આજુબાજુના ગામના રહીશોમાં ઉગ્ર વિરોધ ઉભો થયો છે. વિરોધ વ્યક્ત કરવાના એક ભાગ રૂપે શુકલતીર્થ ગ્રામજનો દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર અગાઉ તારીખ ૨૫-૦૭-૧૭ નાં રોજ શુકલતીર્થ ગ્રામ પંચાયતમાં સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં થયેલ ઠરાવ મુજબ દસ પૈડા વાળા હાઈવા ટ્રક પસાર થવા બાબત જે લીઝ અંગેની સરકારની જવાબદાર વિગત દ્વારા મુકાતી શરતોનો અમલ થતો નથી. આ બાબત કાયદાની વિરુદ્ધ છે તેમ જ સાર્વજનિક તમામ પ્રકારની સલામતી ને અવગણીને માત્ર કેટલાકને લાભ આપવાની તક આપવામાં આશયથી જ આ ઠરાવ થયેલ હોય તેનો વિરોધ કરી તેને રદ કરવા તારિખ ૨૫-૦૭-૧૭ નાં રોજ ચર્ચામાં લેવાયું હતું. પરંતું દસ પૈંડા વાલા હાઈવા ટ્રક પસાર થવા બાબતની કોઈ પણ જાતની ચર્ચા થયેલ નથી.

હાઈવા ટ્રક પસાર કરવા દેવા હોય તો જાહેરનામું પ્રસિદ્ધ કરાવે તેવી માંગણી કરવામાં આવી તેમજ શુકલતીર્થ ગામમાં પ્રવેશવાના માર્ગ તેમજ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન થઇ નર્મદા સ્કૂલ વગેરે શૈક્ષણીક સંકૂલ તરફ જવાના રાહાદારે તેમજ ગામના આસપાસના વિદ્યાર્થીઓ અવાર જવર કરતા હોય નદિનાં પટમાં રેતીની લીઝમાં જવા માટે વાહન (ટ્રક, ટ્રેક્ટર, જે.સી.બી) દિવસમાં ૫૦૦ થી ૭૦૦ ટ્રકોનું વહન થાય છે. કેટલાક વાહન ચાલકોના ડ્રાઈવરો નશો કરે વાહન હન્કાવતા હોય છે જેથી અકસ્માતની સંભાવના પૂરેપૂરી જણાય છે. જે રસ્તા પરથી દશ પૈંડા વાળા હાઈવા ટ્રક પસાર થાય છે તે રસ્તો ૧૬ તન કેપેસિટી સુધીનો જ બનેલ છે તેથી એમ કહી શકાય કે આ રસ્તા પરથી જૂખમ કારક રીતે ઓવાર્લોદેદ વાહન પસાર થાય છે. આવેદાનપત્રમાં ગોચર ની જમીન માં થયેલ દબાણ અંગેની પણ તપાસ થાય તેવી માંગણી કરવામાં આવેલ છે.

આ રસ્તા પરથી ખુબ જ વાંધાજનક રીતે ૩૫ ટન તથા વધુ વજન વાળા વાહનો પસાર થાય છે. રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ હોવા છતા આવા ભારે વાહનો શાળાના વિદ્યાર્થીઓ માટે વધુ જોખમકારક સાબિત થાય તેવી સંભાવના છે. ખાડાઓમાં ભારે અને વજન દાર હાઈવા ટ્રક ફસાયા હોય તેવા બનાવો ભૂતકાળમાં બન્યા છે અને હાલ પણ બની રહ્યા છે.


Share

Related posts

રાજપીપલામાં કરજણ ડેમ સાઇટ ખાતે “નૌકા અભિયાન-૨૦૨૧” યોજાશે.

ProudOfGujarat

અંકલેશ્વરના જુના દીવા ગામે વીજળીનો થાંભલો કામદાર ઉપર પડતા તેનું મોત નિપજયું હતું. બનાવને પગલે અંકલેશ્વર શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

પંચમહાલ : સુજલામ સુફલામ યોજના હેઠળ લાખો રૂપિયાનાં ખર્ચે બનેલી પાણીની ટાંકી ઉનાળામાં બની રહી છે શોભાના ગાઠીયા સમાન.

ProudOfGujarat
error: Content is protected !!