(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)
ઓર્ગેનિક ખેતીની જાગૃતિ માટે રાજપીપળામાં નર્મદા ધારીખેડા સુગર અને એરિશ એગ્રો લિ.ના સંયુક્ત ઉપક્રમે ઓર્ગેનિક ખેડૂત ખેતી શિબિરનું આયોજન.
રાજપીપળામાં યોજાયેલ ઓર્ગેનિક ખેડૂત ખેતી શિબિરમાં ઉપસ્થિત ખેડૂતોને તજજ્ઞો દ્વારા વિસ્તૃત માહિતી અપાઈ,ખેડૂતોએ પણ ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવા તૈયારી બતાવી.
ઓર્ગેનિક ખેતીથી ખર્ચમાં ઘટાડો કરી શકાય છે અને સાથે સાથે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે અને જમીન જીવંત પણ રહે છે.પર્યાવરણનું પણ રક્ષણ મળી રહે છે.તેથી નર્મદા જિલ્લામાં ઓર્ગેનિક ખેતીનો ફેલાવો કરવાના હેતુથી રાજપીપળામાં નર્મદા ધારીખેડા સુગર અને એરિસ એગ્રો લિ.ના સંયુક્ત ઉપક્રમે એક ઓર્ગેનિક ખેડૂત ખેતી સેમીનારનું આયોજન કરાયું હતું.જેમાં ધારીખેડા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ,એમ.ડી.નરેન્દ્ર પટેલ,ડિરેકટર આઈ.સી.પટેલ, ઓર્ગેનિક ખેતી નિષ્ણાત ડો.બાગબાન, એરિશ એગ્રો લિમિટેડના એમ.ડી ડો.અરવિંદ કુમાર સહિતનાઓએ ઉપસ્થિત ખેડૂતોને ઓર્ગેનિક ખેતીના ફાયદા-ગેરફાયદા વિશે વિસ્તૃત માહિતી આપી ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા ઉત્સાહત કર્યા હતા.ત્યારે ખેડૂતોએ પણ ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવા પોતાની તૈયારી બતાવી હતી.
આ મામલે ધારીખેડા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો ઓર્ગેનિક ખેતીમાં અગ્ર સ્થાન હાંસિલ કરે એવો અમારો પ્રયાસ છે.વર્ષ 2016-17માં દેશમાં સૌ પ્રથમ વખત નર્મદા જિલ્લામાં 550 એકર વિસ્તારમાં ઓર્ગેનિક શેરડીનું સફળ વાવેતર થયું હતું એ વાવેતરની ઓર્ગેનિક ખાંડનું ઉત્પાદન પણ થઈ ગયું છે.વર્ષ 2017-18 માં 1250 એકરમાં ઓર્ગેનિક શેરડીનું વાવેતર કરાયું છે અને આગામી સમયમાં 5000 એકરમાં ઓર્ગેનિક શેરડીના વાવેતરનું લક્ષ્યાંક છે.આગામી દિવસોમાં ઓર્ગેનિક ખેતીનું નામ આવર ત્યારે નર્મદા જિલ્લો એમાં પ્રથમ હોય એવુ અમારું લક્ષ્યાંક છે.એમ જણાવ્યું હતું.