Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

કેવડીયા કોલોની ખાતે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પાલખી યાત્રા તેમજ મહારુદ્રાભીશેકનું આયોજન કરાયું

Share

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે ઠેર ઠેર જગ્યાએ શીવરાત્રીપર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજીવવન, આદિત્યેશ્વર નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કેવડીયા કોલોની નર્મદેશ્વર મહાદેવ મંદિરે ભગવાન શિવજીની પાલખી યાત્રાનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ પાલખી યાત્રા કેવડીયા કોલોની, મેઈન બજાર રામચોક થઇ ફૂવારાવાળા સર્કલ થઇ મંદિર પરત ફરી હતી. આ યાત્રા કેવડીયા કોલોની ખાતે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ યાત્રામાં ફટાકડાની આતશબાજી પણ જોવા મળી હતી. તેમજ નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગીની સમાજ કેવડીયા દ્વારા પ્રમુખ શ્રી જયશ્રી બેન ધામેલાની આગેવાનીમાં તથા ડેકાઈ ગામના મંડળ દ્વારા ભજન, કીર્તનનો કાર્યક્રમ યોજાયો હતો. સૌ ભક્તો માટે ફરાળની વ્યવસ્થા પણ મંદિર તરફથી કરવામાં આવી હતી તથા સાંજે મહારુદ્રાભિશેકનું આયોજન કરવાના આવ્યું હતું જેમાં સૌ ભક્તો જોડાયા હતા. સમગ્ર શિવાલય હર હર મહાદેવના નાદે ગુંજી ઉઠ્યું હતું. મહારુદ્રાભિષેક પૂજા મંદિરના મહારાજશ્રી હરિશંકર શર્મા તથા માનીશ સ્વામી મહારાજ દ્વારા કરાઈ હતી. મંદિરમાં પ્રસાદીની સેવા (ઠંડાઈ) શ્રી દતુભાઈ સોની ગાયત્રી જવેલર્સ દ્વારા અપાઈ હતી. તલાટી મંડળે પણ સારી સેવા આપી હતી જેમાં અપાઈ હતી. તલાટી મંડળે પણ સારી સેવા આપી હતી જેમાં જયેન્દ્ર તળાવિનો મહત્વનો ફાળો રહ્યો હતો. પોલીસ સ્ટાફે પણ સારી એવી વ્યવસ્થા આપી હતી. કાર્યક્રમ સંપૂર્ણ સફળ બન્યો હતો.

Advertisement

Share

Related posts

શ્રાવણના પ્રથમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ઘૂઘવ્યો માનવ સાગર

ProudOfGujarat

દૂધનો માવો ભરૂચ જિલ્લામાં ક્યાં-ક્યાં સડ્યો તેની વિગતો જાણો.દૂધના ઉત્પાદકોને જંગી નુકસાન…

ProudOfGujarat

શિયાળામાં ચટાકેદાર પૌષ્ટિક પોંકની લિજ્જત-ભરૂચ જિલ્લામાં ઠેરઠેર લાગ્યા પોંક સેન્ટરો, મરી,મસાલા વાળા પોંક આરોગવાની મજા લેતા શહેરીજનો.

ProudOfGujarat
error: Content is protected !!