(વિશાલ મિસ્ત્રી રાજપીપળા )મહાદેવના શિવલિંગ પર અર્પણ કરાતી બીલી એક પવિત્ર વનસ્પતિ તરીકે ઓળખાય છે ત્યારે મહાશિવરાત્રીના દિવસે જ એક કુંવારી કન્યા બીલી તોડવા જતા કુદરતનો કરિશ્મો જોવા મળતા લોકટોળા એકઠા થયા હતા.:મહાશિવરાત્રીના દિવસે હજારો ભક્તો મહાદેવને બીલીપત્ર ચઢાવી શિવલિંગની પૂજા કરે છે.ત્યારે બીલીના વૃક્ષ પર થી તોડાતી બીલીમાં હંમેશા એક દાંડી પર ત્રણ પાંદડા જોવા મળતા હોય છે.પરંતુ ડેડીયાપાડાના બયડી ગામે રહેતી કુંવારી કન્યા દાનેશ્વરી વસાવા આજે મહાશિવરાત્રીના પવિત્ર દિને બીલી લેવા ગઈ ત્યારે કુદરતનો કરિશ્મો થયો હતો.એને એક દાંડી પર ત્રણના બદલે પાંચ પાન દેખાતા તેને આ બાબતે વધુ શોધખોળ કરી હતી.દરમિયાન તેને એક દાંડી પર પાંચ પાન વાળી નવ દાંડી મળી હતી.એને આ તમામ દાંડી તોડી મંદિરમાં ચઢાવતા લોકોને આ વાતની જાણ થતા લોકટોળા આ ચમત્કારને જોવા દોડ્યા હતા અને આ પવિત્ર દિવસે મહાદેવનો ચમત્કાર ગણાવ્યો હતો.![]()
previous post